SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ નરસી મહેતાની હૂંડી સ્વીકારી , મુનીમ બની મહારાજ! તીરથવાસીનું સ્વાગત કરીને , મૂડી સાથે દીધું વ્યાજ. ભક્તોની રણસંગ્રામમાં રથને હાંક્યો, સારથી થઈને સુધીર; ભરી સભામાં પોકાર પાડે, પૂર્યા પાંચાલી ચર. ભક્તોની આપદ વેળાએ આવે અલબેલો, ભક્તોની લેવા ભાળ; અડધી રાતે દોડે અડવાણે પાયે, વાંકો ન થાવા દે વાળ, ભક્તોની ૪૩૬ (રાગ : ધનાશ્રી) તારે દ્વારે ઊભો દીનાનાથ ! સામું જરા જોજો રે, આંખે વહે આંસુ અનરાધાર, લોચનિયાં હોજો રે. ધ્રુવ નાથ ! એક્લો સાથ વિહોણો, જીવનને આરે રે; નૌકા તરતી મેલી મઝધાર, કહો ! કોણ તારે રે? તારે તલસું જોવાને તારા દીદાર, ઝૂરું ઝાંખી માટે રે; હળવો થાશે ક્યારે હરિ ! ભાર? ઘેલો ફરું ઘાટે રે. તારે ચરાચરમાં રમી રહેલો રામ ! નથી ખૂણો ખાલી રે; ભક્તવત્સલ તમે ભગવાન ! આવ્યો હાલચાલી રે. તારેo રણ છોડાવો છો રણછોડ ! માયા ક્યારે છૂટે રે ? જેની જોડ જડે નહિ અજોડ, કે'તા વાણ ખૂટે રે. તારે અંતરજામી ! જાણો ઉરની વાત , જીવન એળે જાયે રે; ઝંખી ઝંખી ગાળું દિનરાત, દરશન ક્યારે થાય રે? તારે મૂર્તિ સુંદર શામળી શ્યામ ! જાઉં હું તો વારી રે; ભાળી, લાજે કોટિ કોટિ કામ, ઝાંખીની બલિહારી રે. તારેo ૪૩૮ (રાગ : શુક્લ બિલાવલ) ધા નાખું છું, ધરણીધર ! તુજ બારણે, પામર જનની, સાંભળજો પોકાર જો! ભવસાગરમાં ભગવાન્ ! હું ભૂલો પડયો. અલબેલા ! એક જ તારો આધાર જો ! ઘા નાખું છું ધરણીધર ! તુજ બારણે મોહજાળમાં સંપડાયો છું, શામળા ! ફાંફાં મારૂં છૂટવા માટે નાથ જો! માનવ જીવન આખું આ એળે ગયું, હારેલાનો, હરિવર, પકડો હાથ જો! ઘા નાખું છું ધરણીધર ! તુજ બારણેo વાટડી જોતાં વ્હાણાં વર્ષોનાં વીત્યાં, ઝાંખી કાજે નિશદિન તલસે નેણ જો ! આરે આવેલી નૈયા ડૂબે નહિ, સાચવજો છે જીવનઘાતક બૅણ જો ! ધા નાખું છું ધરણીધર ! તુજ બારણેo અંત સમયમાં હરિવર ! સન્મુખ ઊભજો , મોરમુગટ ને સોહે ઉર, વનમાળ જો ! વેણુનાદે વ્રજવનિતા વિહળ બની, વનમાળી ! એ વાજો વેણ રસાળ જો ! ધા નાખું છું ધરણીધર ! તુજ બારણે ૪૩૭ (રાગ : આનંદભૈરવ) ધરી નામ અનામી અનેક, ભક્તોની સાચવે શામળો ટેક. ધ્રુવ પુંડરિકે ઈંટ ફેંકી તે ઉપર, ઊભો કેડે દઈ હાથ; જનાબાઈનાં છાણાંમાં બોલે, “વિઠ્ઠલ વિઠ્ઠલ’ નાથ. ભક્તોની સંત સખુનાં પાણીડાં ભરતો, માથે મૂકી જળહેલ, નામદેવની છાપરી છાઈ, વિધવિધ ખેલ્યા ખેલ. ભક્તોની ગિરધર ગોપાલ મીરાંબાઈના, પીધાં હળાહળ ઝેર; અમૃતના ઓડકાર આવ્યા છે, મોહનજીની હેર. ભક્તોની દેશ ગયો પરદેશ ગયો, ધર ભેષ ગયો ચહુ ધામ રયો હૈ, કાશી ગયો અરુ નાશી ગયો, તન ઘાસી ગયો અતિ પંથ ભયો હૈ; શોક ગયો સુરલોક ગયો, વિધિલોક ગયો મન રોક ઠયો હૈ, બ્રહ્મમુનિ ઘનશ્યામકો આશ્રય, જો ન ગયો તો હું ન ગયો હૈ. બડે બડે સબ કહત હૈ, બડે બડે મેં ફેર સરિતા સબ મીઠી લગે, સમુદ્ર ખારો ઝેર ૨૬૯૦ - કવિ ન્હાનાલાલ મન મૂવા માયા મૂઈ, સંશય મુવા ચીર અવિનાશી તો ના મરે, તુ ક્યોં મરે કબ્બીર ૨૬૮) ભજ રે મના
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy