SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ (રાગ : પ્રભાતી) જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્હોં નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી. ધ્રુવ શું થયું સ્નાન, સેવા પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે ? શું થયું ધરી જટા , ભસ્મ લેપન કરે, શું થયું વાળલોચન કીધે ? જ્યાંo શું થયું તપ, તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહીં નામ લીધે ? શું થયું તિલક, તુલસી ધાય થકી, શું થયું ગંગજળ પાન કીર્ધ ? જ્યાં શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગને, રંગ જાણે ? શું થયું પદ્દર્શન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આયે ? જ્યાંo એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આત્મારામ પરબ્રહ્મ ન જોયો; ભણે નરસૈયો’ કે તત્ત્વદર્શન વિના, રત્નચિંતામણિ જન્મ ખોયો, જ્યાં ૩૮૭ (રાગ : રામકી) જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. ધ્રુવ પંચમહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી; ફૂલને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, જડથકી ડાળ તે નહીં રે અળગી. જાગીને૦ વેદ તો એમ વદે, શ્રુત સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિષે ભેદ ન્હોયે; ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. જાગીને જીવ તે શિવ આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા; ભણે નરસૈયો’ એ તે જ તું તે જ તું, એને સમયથી કંઈ સંત સિધ્યા. જાગીને૦ ૩૮૬ (રાગ : પ્રભાતિયું) જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ? ધ્રુવ ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે ? જાગને દહીં તણાં દૈથરાં, ઘી તણાં ઢેબરાં, કઢિયેલ દૂધ તે કોણ પીશે ? જાગને હરિ તાર્યો હાથિયો, કાળિનાગ નાથિયો, ભૂમિનો ભાર તે કોણ લેશે ? જાગને જમુનાને તીરે, ગધન ચરાવતાં, મધુરી શી મોરલી કોણ વહાશે ? જાગને ભણે નરસૈયો' તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કોણ સહાશે ? જાગને ૩૮૮ (રાગ : રામકી) જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો. ધ્રુવ હું કરૂ હું કરૂ એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે, સર્વ એણી પેરે, યુક્તિ જોગેશ્વરા કોઈક જાણે. જે૦ નીપજે નથી તો, કોઈ ન રહે દુ:ખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે; રાયને રંક કોઈ, દ્રષ્ટ આવે નહીં, ભવન પર ભવન પર છત્ર દાખે. જેo ઋતુ લતા પત્રફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે; જેહના ભાગ્યમાં, જેહને જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે. જે સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું; જુગલ કર જોડી ‘ નરસૈયો’ એમ કહે, જન્મપ્રતિજન્મ હરિને જ યાચું. જેo જ્ઞાન કથે જેમ બળેલ ચૂલા, ચૂલેથી ઊતર્યો પાક, પાક પરોણા ખાઈ ગયા ને વાંસે રહી છે. રાખ ; વાંસે રહીં છે રાખ તે કેવી , ઊલટી આંખો ફોડે એવી, કહે ગોવિંદરામ જીવ ભક્તિ તો ભૂલ્યા, જ્ઞાન કથે જેમ બળેલ ચૂલા. ભજન ઐસા કિજીએ, ન હાલે જીભ ઔર હોઠ મુખ મહેનત પહોંચે નહીં, લાગે નિશાને ચોટ | ભજ રે મના બહુત ગઈ થોડી રહી, વ્યાકુલ મન મત હોય ધીરજ સબકો મિત્ર હૈ, કરી કમાઈ મત ખોય ૨૪૧૦ નરસિંહ મહેતા
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy