SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૦ / વળી હે સાઘો!આ અયોગ્ય કાર્ય આપણી લાજને નાશ કરનારું છે. વળી અગંઘન કુલમાં થયેલા તિર્યંચ જાતિના સર્પો અગ્નિમાં બળી મરવું કબૂલ કરે પણ વમેલા વિષને ચૂસી લેતા નથી; તો પછી વમી નાખેલી મારા જેવીને તારાથી શી રીતે લેવાય, માટે અખંડિત બ્રહ્મચર્યવ્રત પાળી કલંક વિના રહેવું એ જ જીવિતનું સફલપણું જાણ. જેઓએ બ્રહ્મચર્યવ્રત ખંડન કર્યું છે એવા પુરુષોના જીવિતને ધિક્કાર છે. હે સાધુ! સ્ત્રીઓએ કરીને ભરપૂર એવા આ લોકમાં જો તારું ચિત્ત સ્થિર નથી તો તું વાયુએ ઉખેડી નાખેલા વૃક્ષની પેઠે કોઈ ઠેકાણે સ્થિર થઈશ નહીં; માટે ઘારેલા વ્રતને નાશ ન કરતાં થીરપણાને ઘારણ કરી શુદ્ધધર્મનું આચરણ કર. એવી રીતે કામદેવના ઉન્માદરૂપ ગર્વને ઘારણ કરનારા સર્પના વિષને ઉતારી નાખવાને જાંગુલી ઔષથી સમાન રાજીમતિની વાણીને સાંભળીને રથનેમિ કહેવા લાગ્યા કે, “ગુણની સંપત્તિના સ્થાનરૂપ આ સ્ત્રી જાતિને ધન્ય છે ! અને કુકર્મરૂપ સમુદ્રને વિષે બૂડેલા પુરુષજાતિરૂપ મને ધિક્કાર છે!! અહો!આ મહાસતી સ્ત્રીના ધીરજપણાને ઘન્ય છે કારણ કે જેણે મને પૂર્વાવસ્થાને વિષે અને આ અવસ્થાને વિષે લઘુતાના કારણરૂપ તથા અંઘકૂવામાં પડવાના કારણરૂપ નિંદ્ય કર્મ થકી દૂર કર્યો છે. આજ સ્ત્રી નિસંશય મારો ગુરુ અને બંધુ છે.” એમ કહીને ઘન્યાત્મારૂપ તે રાજીમતિને ધન્યવાદ આપી રથનેમિ નેમીશ્વર પાસે જઈ આલોચના લઈ, ગાઢ તપસ્યા કરી ચારસો વર્ષ ગૃહવાસમાં, એક વર્ષ બ્રહ્મસ્થપણું અને પાંચશે વર્ષ સુધી કેવલ પર્યાય એમ એકંદર નવશોને એક વર્ષનું આયુષ્ય પાળી બાકીનાં અઘાતી કર્મ ખપાવી શુદ્ધાત્મા રથનેમિ મોક્ષલક્ષ્મીને વર્યા. (પૃ.૭૫) ૧૦૭. ભોગ ભોગવતાં સુઘી (જ્યાં સુધી તે કર્મ છે ત્યાં સુધી) મને યોગ જ પ્રાપ્ત રહો. ઉદયાધીન ભોગ પ્રવૃત્તિ સમયે મને યોગ જ સાંભરો. કેમકે “ભોગમાં યોગ સાંભરે તે હલુકર્મીનું લક્ષણ છે.” મોક્ષની સાથે જીવને જોડે તેને યોગ કહ્યો છે, ભોગ પ્રવૃત્તિ સમયે પણ મારો મનોયોગ આપના કહેલા વચનોના વિચારમાં જાગૃત રહો એવી મારી અભિલાષા છે. ૧૦૮. સર્વશાસ્ત્રનું એક તત્ત્વ મને મળ્યું છે એમ કહું તો મારું અહંપદ નથી. સર્વ શાસ્ત્રો ભણીને એક જે તત્ત્વ પ્રાપ્ત કરવું છે, તે તત્ત્વ પરમકૃપાળુદેવ ૧૯૧ વચનામૃત વિવેચન જણાવે છે કે મને પ્રાપ્ત થયું છે એમ જો હું કહું તો તેમાં મારું અહંપદ / / નથી. કારણ કે તે તત્ત્વ મને પ્રાપ્ત થયું છે માટે કહું છું. ‘જેણે આત્મા જાગ્યો તેણે સર્વ જાણ્ય” સર્વ શાસ્ત્રોને જાણવાનું ફળ પણ એક માત્ર આત્મપ્રાપ્તિ છે, તે આત્મપ્રાપ્તિ પરમકૃપાળુદેવને સ્પષ્ટ થયેલ છે. પણ જીવોને તેનું ઓળખાણ થવું દુર્લભ છે. માટે કરુણાથી જ્ઞાની પુરુષો પોતાની સાચી ઓળખાણ કરાવે છે; જેથી જીવોનું કલ્યાણ થાય. ૧૦૯. ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે. પરમકૃપાળુદેવ કહે છે કે ન્યાય મને બહુ પ્રિય છે. ભગવાન મહાવીરની સ્યાદ્વાદ શૈલી એ જ પદાર્થના અનંત ગુણધર્મને યથાર્થ ન્યાય આપનાર છે. પણ તે સ્યાદ્વાદ સમજવો દુર્લભ છે. સ્યાદ્વાદશૈલી વિના પદાર્થના અનંત ગુણધર્મને બરાબર સમજી શકાય નહીં. ૧૧૦. પવિત્ર પુરુષોની કૃપાવૃષ્ટિ એ જ સમ્યક્દર્શન છે. “મોક્ષમૂલં ગુરુકૃપા સપુરુષની કૃપા થાય ત્યારે જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય. સપુરુષની આજ્ઞા પ્રમાણે જીવ વર્તે તો કૃપા થાય. શ્રેણિક રાજાના જીવે પૂર્વે ભીલના ભાવમાં શ્રી ગુરુની એક પણ આજ્ઞા મરણાંત કષ્ટ આબે પણ દ્રઢપણે આરાધી તો તેના ફળમાં બીજા ભવે ક્ષાયિક સમ્યક્દર્શન પ્રાપ્ત થયું, અને તે જ ભવમાં ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે અત્યંત ભક્તિ કરવાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એ બધું થવાનું કારણ પવિત્ર પુરુષોની કૃપાવૃષ્ટિ છે. ૧૧૧. ભર્તુહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં ઘણી ઊર્ધ્વ જ્ઞાનદશા થતાં સુધી વર્તે છે. ભર્તુહરિએ કરેલ ત્યાગ વૈરાગ્યનું વર્ણન વિશુદ્ધ બુદ્ધિથી વિચારતાં આત્માની ઘણી ઊર્ધ્વજ્ઞાનદશા થતાં સુધી તે વિદ્યમાનપણે રહે છે. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી : “भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं, माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं,
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy