SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર એક નાનું છોકરું પણ જોઈને કહે કે વાહ!કેવો સરસ-સ્પષ્ટ હિસાબ ( (૩) નૃપ કુટુંબ–રાજાનું કુટુંબ એટલે એક માત્ર શ્રીમંતનું ઘર હોવું જોઈએ. જે જે સુખો તે ભોગવે તેમાં વૈશ્યબુદ્ધિ અને રાજ્યબુદ્ધિ બન્ને હોવી જોઈએ. શ્રેણિક રાજાની જેમ. શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત:- શ્રેણિક રાજાની રાણી ચેલણા હતી. એકવાર રાજ્યમાં એક વ્યક્તિ કંબળ વેચવા આવ્યો. એક એક કંબલની કિંમત લાખ રૂપિયા જણાવી. ૩૫ પુષ્પમાળા વિવેચન રાખે. કર નાખીને રાજ્યની ઊપજ વઘારવા કરતાં પ્રજાની સંપત્તિમાં / વૃદ્ધિ થાય એવાં સાધનો યોજવાં જોઈએ કે જેથી સ્વાભાવિક રીતે રાજ્યની મહત્તા અને વૈભવ વધે. (૨) પ્રજાની સંપત્તિમાં વૃદ્ધિ કરવાની યોજના સિવાય જે કર નાખવામાં આવે છે તે રાજનીતિજ્ઞ અને ઉત્તમ નૃપતિઓનું કર્તવ્ય નથી, કારણ કે એ પ્રજાની મૂડી ખાવા બરાબર છે. જે પ્રમાણમાં દાણ આપીએ તે પ્રમાણમાં દૂધ લઈએ. (૩) પ્રજા પર જેમ બને તેમ નવા કરની ઉત્પત્તિ કરવી ઉચિત નથી. પરંતુ કદાપિ કોઈ સંજોગોમાં કરવી પડે તો કર નાખતાં તે કાર્ય સંબંધી રાજ્યને જે વ્યય થવાનો હોય તેના પ્રમાણમાં જ અથવા તેથી સવાઈ કે દોઢી ઊપજ થાય તેટલો જ કર નાખવો ઉચિત છે. (૪) રાજ્યની ઉચિત વ્યવસ્થાની યોજનાથી જે વ્યય થતો હોય તેથી રાજ્યની સમગ્ર ઉત્પાદક આવક બમણાથી વિશેષ ન થવી જોઈએ. હું ધારું છું કે તેની નીચે પ્રમાણે ઉપયોગ કરવાની રાજવીઓએ રચના કરવી જોઈએ. (અ) એક ભાગ રાજ્યસેવકોની માસિકમાં એટલે પગારમાં. (આ) એક ભાગ રાજવૈભવમાં એટલે હર્ષપ્રમોદના ઉત્સવ વગેરેમાં. રાજયનું સારું દેખાય તે માટે કરવો પડે તે. (ઇ) એક ભાગ રાજકુટુંબ વ્યયમાં. (ઈ) અડઘો ભાગ રાજ્યની સારી પ્રજાની આબાદી એટલે સમૃદ્ધિ વધારવાના સાઘનમાં અને બાકી રહેલો અડઘો ભાગ ભંડાર ખાતામાં વૃદ્ધિ અર્થે. ૩. રાજ્ય કુટુંબના વ્યયમાં રાજાએ વેપારી થવું; પરંતુ કર નાખવામાં વેપારી થવું નહીં. રાજલક્ષ્મી અનર્થે જતી રોકવામાં વેપારી થવું. (૧) કોઈપણ પ્રકારનું પ્રજાના ક્લેશનું મૂળ, દીન એટલે ગરીબ થવાનું મૂળ જે કરથી થાય તે કર રાજાએ ન નાખવો. (૨) પોતાને એકલાને જે કરથી પ્રજાનું હિત સમજાય તે કર નાખવો તે ખરીદવા માટે ચેલણા રાણીએ શ્રેણિકને જણાવ્યું. ત્યારે શ્રેણિક રાજા ક—આટલી મોંઘી રત્નકંબલ આપણાથી લેવાય નહીં; કારણ કે આ ઘન પ્રજાનું છે, પ્રજાના હિત માટે વપરાય. રાજ્યમાં અગત્યના નોકરો, યથાયોગ્ય રાજ્યવૈભવ અને ઉપર દર્શિત કર્યા પ્રમાણે રાજાનો સ્વકુટુંબ વ્યય યોગ્યરીતે કરકસરથી થવો જોઈએ. તે માટે ઉત્તમોત્તમ નિયમ નીચે કહી જાઉં છું. (૧) જે કરથી પ્રજાનું કોઈપણ પ્રકારનું હિત નથી, એવો કર કોઈ આપત્તિ-કાળ સિવાય સત્ રાજવીઓ નાખતા નથી અર્થાત્ લડાઈમાં કે એવા વખતે વધારાનો કર નાખી શકે; નહિં તો જે પ્રજાના હિત માટે હોય તેટલો જ કરી
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy