SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર રોજ એક પ્રહર એટલે ત્રણ કલાક સુધી આત્માર્થ પોષક નવી ૦ વિદ્યા સંપાદન કરવી. રોજ કંઈક નવું શીખવું, વિદ્યાભ્યાસ કરવો. “તે કહો તે પૂછો સૌને, તે ઇચ્છો, તન્મય રહો; જેથી મિથ્યાત્વ મૂકીને, જ્ઞાનાવસ્થા તમે ગ્રહો.” -સમાધિશતક અર્થ:- જ્ઞાની પુરુષ આગળ આત્મપ્રાપ્તિ વિષે જ પ્રશ્ન કરવા યોગ્ય છે. તે જ ઇચ્છવા યોગ્ય છે, તેમાં જ તન્મય રહેવા યોગ્ય છે. એવી આત્મવિદ્યા પામવાથી તમે મિથ્યાત્વ મૂકીને જ્ઞાનાવસ્થાને પામશો. (૫) બે પ્રહર નિદ્રા–૧ પ્રહર એટલે ત્રણ કલાક વઘારેમાં વધારે આહાર પ્રયોજન અર્થે કહ્યા. ૨ પ્રહર એટલે ૬ કલાકથી વધારે ઉંઘવાની પરમકૃપાળુદેવની આજ્ઞા નથી. (૬) બે પ્રહર સંસાર પ્રયોજન–તેમજ ૨ પ્રહર એટલે ૬ કલાક આજીવિકા માટે - વ્યાપાર ધંધા કરવાની જરૂર પડે તો કરવા જણાવ્યું. વ્યવહાર પ્રયોજન વગેરે બધું આ આહાર પ્રયોજન કે સંસાર પ્રયોજનમાં પતાવી લેવું. આ પ્રમાણે દિવસના નિયમિત ભાગ પાડવાથી આત્માર્થ સાધવામાં પૂરો સમય મળી શકે, બધા મળીને કુલ ૮ પ્રહર થયા. ૮. જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી વૃષ્ટિ કરજે. અજ્ઞાનીને મોહનું કારણ શરીરની બાહ્ય ચામડી છે. શરીરની બધી અશુચિ વસ્તુને ઢાંકનાર તે ચામડી છે. ચામડી વગરનું શરીર જુએ તો વૈરાગ્ય થાય, એવું આ દેહનું સ્વરૂપ છે. પ્રભુશ્રીજી કહેતા કે “બીજા જીવોને વિકાર થાય ત્યાં જ્ઞાનીને વૈરાગ્ય થાય છે.” મોહના નિમિત્તો (૧) સંસાર (ચારગતિ) (૨) શરીર અને (૩) ભોગ–એ ત્રણ છે. એ બધાનો વિચાર કરે તો વૈરાગ્ય થાય જ. (૧) સંસાર–ચાર ગતિનો વિચાર કરે તો ક્યાંય જન્મવાની ઇચ્છા ન થાય. કારણ કે કોઈ જગ્યા દુઃખ વગરની નથી. “આખો લોક રાગદ્વેષથી બળતો છે.” દેવલોકમાં પણ મુખ્યપણે લોભ છે. એને અંગે બધા કષાયોનો ઉદય થાય છે. ત્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગ માટે હોય છે. તેથી સંતોષ નથી રહેતો પણ ત્યાં વધારે ઇચ્છા રહે છે કે એક સાથે પાંચ ઇન્દ્રિયોના વિષયોને ભોગવું, એમ રહે છે. મોહદશામાં, જે જે ભોગના સાઘનો હોય તે દુઃખના કારણો થઈ ૨૩ પુષ્પમાળા વિવેચન પડે છે, કોઈ કહે છે કે રાણી હશે તે કેટલી સુખી હશે; પણ જો તપાસે છે તો કેટલી સૂક્ષ્મ વસ્તુમાં પણ તેને અસંતોષ હોય છે. જેટલી બાહ્ય , સામગ્રી વિશેષ, તેટલો વિશેષ અસંતોષ હોય છે. કેટલાક મુસલમાનો થોડા પૈસા મળ્યા હોય તો ખાઈ પીને મોજ માણે છે. ઈદને દિવસે “આજ અમીર કલ ફકીર” જેવું કરે છે. જેની પાંચે ઇન્દ્રિયો વિષયોમાં કેળવાયેલી હોય અને સાથે અજ્ઞાન હોય તો તે વિશેષ દુઃખી થાય છે. નરકગતિમાં અવધિજ્ઞાન છે તે એને દુઃખનું કારણ થાય છે. નરકગતિમાં ક્રોથની મુખ્યતા છે. તિર્યંચગતિમાં માયા મુખ્યત્વે છે. આહાર, મૈથુન, ભય, પરિગ્રહ આદિ ચાર સંજ્ઞાને લઈને મચ્છર, માંકડ, કોઈ ઊંઘતું હોય ત્યારે કળાથી કે કપટથી લોહી ચૂસી લે. બિલાડા કોઈ ન દેખતું હોય ત્યારે ખાય. મનુષ્યગતિમાં માનની મુખ્યતા છે. “માનાદિ શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”-શ્રીમદ્ રાજચંદ્ર કોઈ દરિદ્રી હોય કે કંગાલ હોય તેને જો ભીખ ન આપી હોય તો એને કષાય થાય. હું તમને શું જાણતો હતો પણ તમે તો એવા નીકળ્યા. મારે તો બીજા ઘણાએ ઘરો છે ભીખ માંગવા માટે, આમ અભિમાન કરે. (૨) શરીર–નો વિચાર કરે કે એમાં શી શી વસ્તુ છે તો પણ એને વૈરાગ્ય થાય. જીવને શરીરના વિભાગોને જુદા પાડીને વિચારવાની દ્રષ્ટિ નથી. બધું સમૂહમાં એકસાથે જાએ છે, પણ જો ભિન્ન ભિન્ન કરીને જાએ તો શરીરમાં કશુંએ સારું નથી, એમ લાગ્યા વિના રહે નહીં. કોઈ માણસને કોઈના નાક, કાન, આંખ વગેરે ઉપર મોહ હોય, તે અવયવોને કાપીને એની આગળ મૂકે તો તે એને અરુચિકર લાગે અને કહે કે માખીઓથી આ હૉલ બગડી ગયો. કોઈને તેની સ્ત્રી ઉપર મોહ હોય અને એના વાળ જોઈને મોહ પામતો હોય પણ માથું ઓળતા વાળ તૂટી જાય ને તે એની સામે આવે તો કહે કે આ વાળ અહીં ક્યાંથી આવ્યા, એને બહાર નાખો. માટે સ્ત્રી પ્રત્યે રાગ થતો અટકાવવા તેનું ત્વચા વગરનું સ્વરૂપ વિચારવું. (૩) પંચેન્દ્રિયના ભોગો “ઇન્દ્રિયદ્વારથી ચૂકી, પડ્યો હું વિષયો વિષે; ભોગો પામી ને મેં પૂર્વે—જાણ્યું રૂપ યથાર્થ તે.” -સમાધિશતક
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy