SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ ૩૨ અષ્ટકોનો ઉપસંહાર ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः । लोकसंज्ञाविनिर्मुक्तः, शास्त्रदृग् निष्परिग्रहः ॥३॥ ગાથાર્થ :- તત્ત્વદૃષ્ટિ અને સર્વસમૃદ્ધિને દેખનાર આત્મા કર્મવિપાકોનું ચિંતન કરનાર બને છે ભવસાગરથી ઉદ્વેગી બને છે. લૌકિકસંજ્ઞાનો ત્યાગ કરનાર અને શાસ્ત્રાનુસારિણી દૃષ્ટિવાળો બનીને નિષ્પરિગ્રહી થાય છે. ગા જ્ઞાનસાર ટીકા :- ‘“ઘ્વાòતિ’’ ય: સમૃદ્ધ: સ ાને વિચિત્રવિપાજોયે ર્મવિપાળાનાં ज्ञाता ध्याता च भवति । ( अतः कर्मविपाकाष्टकम्) । यः कर्मविपाकध्यानी स एव भवात्-संसारात् उद्विग्नः भवति, अत एव भवोद्वेगाष्टकम् । यः भवोद्विग्नः, स लोकसंज्ञामुक्तो भवति, तेन लोकसंज्ञात्यागाष्टकम् । स एव शास्त्रदृक् च पुनः निष्परिग्रहः भवति । अत एव तत्प्ररूपकाष्टकद्वयम् । (शास्त्राष्टकं परिग्रहाष्टकं च ) ॥૨॥ વિવેચન :- જે આત્મા આત્મિકગુણોની સમૃદ્ધિવાળો બન્યો છે તે આત્મા પુણ્ય-પાપ કર્મોના ચિત્ર-વિચિત્ર ઉદયકાળે ચડતી-પડતીના અવસરે પોતાનાં જ કર્મોનો વિપાક છે આવી વિચારણાવાળો થાય છે. કર્મોના જ વિપાકોને જાણનારો અને તેનું જ ચિંતન-મનન કરનારો બને છે. તેથી એકવીશમું કર્મવિપાકચિંતનાષ્ટક કહેલ છે. જે આત્મા કર્મોના વિપાકોનું ચિંતનમનન કરે છે તે જ આત્મા આ સંસારથી ઉદ્વેગ પામે છે. કર્મોનાં માઠાં ફળો જાણવાથી સંસારથી નિરસ બને છે તે માટે બાવીશમું ભવોદ્વેગાષ્ટક કહ્યું છે. જે આત્મા ભવથી ઉદ્વેગી બને છે તે લોકસંજ્ઞાને અનુસરનારો બનતો નથી. પણ લોકસંજ્ઞાનો ત્યાગી બને છે તે કારણે ત્રેવીશમું લોકસંજ્ઞાત્યાગાષ્ટક કહેલ છે. જે લોકસંજ્ઞાનો ત્યાગી બને છે તે જ આત્મા પરમાર્થથી શાસ્ત્રાનુસારિણી દૃષ્ટિવાળો અને પરિગ્રહનો ત્યાગી બને છે. નિરંતર શાસ્ત્રાભ્યાસના કારણે શાસ્ત્ર તરફની જ પ્રધાન દૃષ્ટિવાળો થાય છે અને તેથી જ નવવિધ બાહ્યપરિગ્રહને છોડીને અંદરથી મમતા-મૂર્છા આદિ ભાવપરિગ્રહનો પણ ત્યાગી બને છે તે માટે ચોવીશમું શાસ્ત્રદૃષ્ટિઅષ્ટક અને પચીશમું પરિગ્રહત્યાગાષ્ટક કહેલ છે. IIII शुद्धानुभववान् योगी, नियागप्रतिपत्तिमान् । भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रयी ॥४॥ "
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy