SearchBrowseAboutContactDonate
Page Preview
Page 886
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૦ ૩૨ અષ્ટકોનો ઉપસંહાર साम्प्रतमुपसंहारायाह सर्वाष्टकानां भावनाभिधानकथनं निर्दिशति पूर्णो मग्नः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो, निर्लेपो निःस्पृहो मुनिः ॥ १ ॥ જ્ઞાનસાર ગાથાર્થ :- આ આત્મા સ્વગુણોથી પૂર્ણ છે. તેમાં જ મગ્ન અને સ્થિર થવા જેવું છે. તેનાથી જ મોહરહિત બને છે તથા જ્ઞાની અને શાન્ત થવાય છે આ રીતે ઈન્દ્રિયોને જિતીને ત્યાગી થઈ ક્રિયામાં તત્પર થઈ સ્વગુણોથી તૃપ્ત થયો છતો સંસારી ભાવોથી નિર્લેપ બને છે ત્યાર બાદ આ મુનિ પરપદાર્થોની સ્પૃહા વિનાનો થાય છે. ॥૧॥ ટીકા :- “પૂર્વાં” કૃતિ, અનાવિરમાવાનન્તગ્રામગ્રસનેઽવ્વયં નીવતૃળાव्याप्तत्वादपूर्ण एव । स स्वरसास्वादनेन स्वतत्त्वानन्तकपूर्णः तदास्वादाबाधादिसर्वगुणनिष्पत्तौ पूर्ण इति पूर्णत्वस्वरूपाभिधायकं प्रथमाष्टकम् । य पूर्णः स एव मग्नः, तदनुभवे लीनः, सा एव लीनता या स्वरूपे भवति, परभावलीनता हि अनन्तसंसारभ्रमणमूलम्, अत एव सा मग्नता अनादिना त्याज्या । या स्वरूपमग्नता सा एव मग्नता इति तत्प्रतिपादनारूपं द्वितीयाष्टकम् । यो मग्नः स स्थिरो भवति, न्यूनस्य ग्रहणेच्छया चापल्यम्, पूर्णस्य ग्राह्याभावात् સ્વૈર્યમ્ ( અત: સ્થિરાષ્ટ્રમ્) | વિવેચન :- આ આત્મા અનાદિ કાળથી પરભાવનો (પૌદ્ગલિક વિષયોનો) અનંતીવાર આસ્વાદ માણવા છતાં પણ ‘તૃષ્ણા’’થી ઘેરાયેલો છે. માટે સદાકાળ અપૂર્ણ જ રહે છે. સર્વે ભાવોમાં વિષયો મેળવ્યા અને ભોગવ્યા તો પણ ક્યારેય ધરાયો નથી. વિષય-ભોગોની તૃષ્ણા અધુરી જ રહી છે. આ જ જીવ પોતાના આત્માના ગુણોના રસનો જો અનુભવ કરે તો તે અનુભવ વડે પોતાના અનંત સ્વરૂપનો ભોક્તા બન્યો છતો પોતાની પૂર્ણતાનો અનુભવ કરે છે. આત્માના નિર્મળ શુદ્ધ સ્વરૂપને કોઈપણ જાતની જરા પણ બાધા ન આવે તે રીતે પોતાના પૂરેપૂરા જેટલા છે તેટલા સઘળા ય અનંત ગુણો પ્રગટ થયે છતે કોઈપણ ગુણની પ્રગટતા બાકી ન હોવાથી તૃષ્ણાનો જ અભાવ થવાથી સાચો પૂર્ણ બને છે. આ માટે સૌથી પ્રથમ આત્માનું પૂર્ણ સ્વરૂપ પોતાના ગુણોથી છે, પરભાવથી નથી. આ વાત સમજાવવા પ્રથમ પૂર્ણાષ્ટક કહ્યું છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy