SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ ૮૪૧ માને છે એટલે દ્રવ્યાર્થિકનયની એકાન્તદષ્ટિવાળા છે. આમ બધા જ પરદર્શનકારો મિથ્યાત્વમોહના ઉદયના કારણે એકાન્તદષ્ટિવાળા છે અને વસ્તુનું સ્વરૂપ એકાન્ત નથી તેથી અયથાર્થ સ્વરૂપ સમજતા અને અયથાર્થ સ્વરૂપ પરને સમજાવતા આ એકાન્તદષ્ટિવાળાઓનું તો અકલ્યાણ જ થાય છે. ક્યાંક સૂક્ષ્મ સૂમ અર્થનું કથન કરાય છે, ક્યાંક ક્યાંક સૂક્ષ્મ અર્થનું કથન નથી પણ કરાતું, તેનું કારણ એ છે કે સાંભળનારા શ્રોતાવર્ગની કેટલી અને કેવી પાત્રતા છે ? તે જોઈને કથન કરાય છે. પાત્રની યોગ્યતાને અનુસાર કરાયેલું ધર્મકથન શ્રોતામાં ધર્મ પ્રાપ્ત કરાવવા દ્વારા હિત કરનાર બને છે અને પોતાનામાં પરનું કલ્યાણ કરવાની ભાવના રૂપ ભાવ અનુકંપા હોવાથી પોતાનું પણ તે જીવ કલ્યાણ કરે છે. આમ ધર્મવાદ ઉભયનું કલ્યાણ કરનાર છે શુષ્કવાદ અને વિવાદ તેવા પ્રકારનું કલ્યાણ કરનાર નથી. પણ અકલ્યાણ કરનાર છે. પા. મથ સન્માપ્રશંસનામી - હવે સત્યમાર્ગની (અને સત્ય માર્ગ પ્રકાશિત કરનારની) પ્રશંસા કરતાં જણાવે છે કે - प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् । . चित्ते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥६॥ ગાથાર્થ :- જે મહાત્માઓ વડે સર્વે પણ નયોના આશ્રયવાળો મત (સ્યાદ્વાદ સિદ્ધાન્ત) મનુષ્યોને પ્રકાશિત કરાયો છે અને જેઓના ચિત્તમાં આ માર્ગ પરિણામ પામ્યો છે તે બન્નેને મારા વારંવાર નમસ્કાર હો. llll ટીકા :- “પ્રશ્નાશિતનિતિ" -સર્વસાવાળા : સથર્શનશાનવારિત્રपरिणतैः श्रीहरिभद्रादिभिः संविग्नपाक्षिकैः यथार्थोपदेशकैः सर्वनयाश्रितं स्याद्वादगर्भितं मतमिष्टं शासनं मोक्षाङ्गरूपं प्रकाशितम्, तेभ्यो नमः । शुद्धोपदेशका एव विश्वे पूज्याः । उक्तञ्च भवभावनायाम् भदं बहुस्सुआणं, बहुजणसंदेहपुच्छणिज्जाणं । उज्जोइअभुवणाणं, झीणमि वि केवलमयंके ॥५०६॥ ते पुज्जा तियलोए, सव्वत्थ वि जाण निम्मलं नाणं । पुज्जाण वि पुज्जयरा, नाणी य चरित्तजुत्ता य ॥५०५॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy