SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ एकत्रिंशत्तमं तपोऽष्टकम् ॥ अथ तपोऽष्टकं वितन्यते । तत्र पौद्गलिकसुखाभिलाषराणां यत्कष्टक्षमणम्, अथवा लोकसज्ञाभीतानां पराधीनानां दीनतया आहारत्यागरूपं न तपः, आश्रवमूलत्वेन कषायोदयाश्रितत्वात् कर्मबन्धकत्वाच्च । पूर्वान्तरायोदयासातावेदनीयविपाक एव श्रीप्रज्ञापनावृत्तौ निरूपित एव । आचाराङ्गचूर्णौ चापि "अङ्गत्थसुत्तं सव्वमवि विवागं" इति वचनात् । अतोऽभिनवेन्द्रियसुखाभिलाषरहितस्य निर्मलात्मद्रव्यसाधकस्य कष्टाचरणं तप इति । अत्र पञ्चवस्तुके उपवासादिषु असातानिर्जरेति, भोजने सातानिर्जरा साम्ये उपवासादिकरणं किमर्थमिति ? तत्रोच्यते-भोजनादिषु षटकायपरिमन्थः, उपवासे च तदभावाद् अशुभनवकर्मबन्धाभावे संवरपूर्वकसकामनिर्जरामूलत्वाद् हितम् । હવે તપ અષ્ટક સમજાવાય છે. ધ્યાન એ તપનો જ એક ભેદ હોવાથી અને બાહ્યતપ તથા સ્વાધ્યાયાદિ અભ્યત્તર તપ ધ્યાનમાં વિશિષ્ટપણે ઉપકારક-સહાયક હોવાથી ધ્યાનાષ્ટકની પછી તપ અષ્ટકનું વર્ણન કરાય છે. પુદ્ગલ સંબંધી પાંચ ઈન્દ્રિયોનાં સુખોની જ અભિલાષામાં રાંક બનેલા (અર્થાત્ ભોગના અભિલાષી બનેલા) જીવોનું જે દુઃખ સહન કરવા રૂપ કષ્ટકારી તપ છે તે તપ નથી, તથા લોકસંજ્ઞાથી ભયભીત થયેલા અને પરાધીન જીવોએ દીનતાપૂર્વક આહારના ત્યાગ રૂપ કરેલો જે તપ છે તે પણ તપ કહેવાતો નથી. સારાંશ કે આ ભવમાં કંઈક તપ કર્યો હશે તો ભવાન્તરમાં સ્વર્ગનાં સુખ, દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણું, રાજરાજવીપણું ઈત્યાદિ સુખો મળશે, આ ભવમાં પણ માન-પાન-પ્રતિષ્ઠા અને વિશિષ્ટ વસ્તુની પ્રભાવના મળશે. આમ પૌલિક સુખોની જ અભિલાષા રાખીને જે તત્ત્વ ન સમજેલા અજ્ઞાની જીવો તપ કરે છે તે તપ, તપ કહેવાતો નથી કારણ કે આ ભવ અને પરભવમાં સાંસારિક સુખો મેળવવાની અભિલાષામય રાગદશા રૂપ કષાયના ઉદયનો આશ્રય છે માટે તથા તેવા રાગના કારણે નવાં નવાં કર્મ બંધાતાં હોવાથી આશ્રવ મૂલક આ તપ છે. માટે જે તપ આશ્રવ કરાવે તેને તપ કેમ કહેવાય ? તથા આજે પજુસણ પર્વ ચાલે છે જો હું કંઈ તપ નહીં કરું તો લોકો મને ખાઉધરો કહેશે આવી જે લોકસંજ્ઞા, તેનાથી ભયભીત થઈને, કોઈ મને ખાઉધરો ન કહે અને મારું ૧૯
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy