SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૨ ભાવપૂજાષ્ટક - ૨૯ જ્ઞાનસાર સાથે એકમેકતા સાધવામાં જ વીર્યની પ્રવૃત્તિ કરવી. આવી પ્રવૃત્તિ કરનારો ભવ્ય આત્મા ઘણી મહેનત વિના સહેજે સહેજે પોતાના આત્માના ગુણોનો વિકાસ સાધે છે. આવા સહજયોગને સામર્થ્યયોગ કહેવાય છે. પા स्फुरन्मङ्गलदीपं च, स्थापयानुभवं पुरः । योगनृत्यपरस्तौर्यत्रिकसंयमवान् भव ॥६॥ ગાથાર્થ :- આત્મદશાના અનુભવ રૂપી સ્ફુરાયમાન મંગલ દીપક પરમાત્માની સામે સ્થાપન કર, તથા મન-વચન-કાયાના યોગોને આત્મસાધનામાં જ પ્રવર્તાવવા રૂપ નૃત્ય કરવામાં તું તત્પર થા અને ધારણા, ધ્યાન અને સમાધિ રૂપ ગીત, નૃત્ય અને વાજીંત્ર એ ત્રણેની એકતા રૂપ સંયમવાળો તું થા. ॥૬॥ ટીકા :- स्फुरन्मङ्गले च पुनः स्फुरत् - देदीप्यमानं मङ्गलदीपं - सर्वद्रव्यभावोपद्रवमुक्तं दीपं भावप्रकाशम् अनुभवं - स्पर्शज्ञानमात्मस्वभावास्वादनयुक्तं ज्ञानम् પુર:-અગ્રે સ્થાપય, યોગ: मनोवाक्कायरूपास्तेषां साधनप्रवर्त्तनरूपं नृत्यं ( ताण्डवं ) तत्र तत्परः सोद्यमः सन् परमाध्यात्मधारणा - ध्यान-समाधिरूपसाधनयोगाङ्गपरिणमनरूपतूर्यादिपूजात्रयमयो भव । - इत्यनेन आभ्यन्तरपूजया तत्त्वानन्दमयं स्वचैतन्यलक्षणं स्वात्मानं तद्रूपं कुरु । વિવેચન :- દ્રવ્યપૂજામાં આરિત ઉતાર્યા પછી મંગલદીપ કરવાનો વ્યવહાર છે. તે પ્રમાણે ભાવપૂજામાં પણ આત્માના ગુણોની રમણતાના આનંદનો જે અનુભવ થાય છે તે અનુભવ એ જ્ઞાનાત્મક હોવાથી પ્રકાશાત્મક છે. માટે જાણે મંગલદીપક જ હોય શું ? એમ સમજીને અનુભવને દીપકની ઉપમા આપીને સમજાવે છે - સર્વ પ્રકારના બાહ્ય દ્રવ્ય ઉપદ્રવો અને અભ્યન્તર (મોહ અને અજ્ઞાનજન્ય) ભાવ ઉપદ્રવોથી સર્વથા મુક્ત એવું તથા આત્મતત્ત્વના આસ્વાદનથી યુક્ત એવું અર્થાત્ આત્મતત્ત્વનો સ્પષ્ટ સ્પર્શ જેમાં થયો છે તેવું ભેદજ્ઞાનના સ્પર્શજ્ઞાનવાળું ભાવપ્રકાશાત્મક જે અનુભવજ્ઞાન છે તેને આત્મારૂપી પરમાત્માની સામે સ્થાપન કર. આ આત્મામાં અનુભવજ્ઞાન એવું જોડ કે જેનાથી તારો પોતાનો આત્મા જ પરમાત્મા બને. પરમાત્માની સામે દ્રવ્યપૂજામાં જેમ સ્કુરાયમાન મંગલદીપ કરાય છે. તેમ ભાવપૂજામાં તારા પોતાના આત્મારૂપી પરમાત્માની સામે આત્મતત્ત્વના સ્પર્શવાળો ભેદજ્ઞાનયુક્ત વૈરાગ્યમય અનુભવ પ્રાપ્ત કર અર્થાત્ તે અનુભવ પ્રાપ્ત કરવા રૂપી મંગલદીપ સ્થાપન કર.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy