SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ભાવપૂજાષ્ટક - ૨૯ ૭૬૯ પતિ-પત્ની-બાળકો-ધન-ઘર-અલંકાર અને મિત્રાદિ સંબંધી રાગના જે પરિણામ તે અશુભસંકલ્પો કહેવાય છે. કારણ કે મોહવર્ધક છે. એવી જ રીતે દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્ર અને તેનાં સાધનો ઉપરનો જે રાગ છે તેના સંબંધી શુભ સંકલ્પો તે પ્રશસ્ત અથવા શુભ સંકલ્પો કહેવાય છે. પગમાં લાગેલા કાંટાને કાઢવા સોય નાખવી પડે છે, પરંતુ સોય પણ એક પ્રકારનો પીડાકારી કાંટો જ છે. તેથી કાંટો નીકળી ગયા પછી સોય પણ કાઢી જ નાખવાની હોય છે. તેમ અશુભ સંકલ્પોને દૂર કરવા પૂરતું જ શુભ સંકલ્પોનું આલંબન લેવાનું હોય છે. અંતે તો શુભ સંકલ્પો પણ વીતરાગાવસ્થાના બાધક હોવાથી તજવાના જ હોય છે. માટે હે ઉત્તમ જીવ ! તું હવે શુભ સંકલ્પોને પણ બાળી નાખવા રૂપ ભાવપૂજા રૂપી ધૂપપૂજા કર. અશુભ સંકલ્પો પાપબંધ કરાવે અને શુભ સંકલ્પો પુન્યબંધ કરાવે. પરંતુ અંતે તો બને સંકલ્પો બંધ જ કરાવે છે અને બંધ એ હેય છે. તેથી સર્વથા કર્મરહિત અવસ્થા અને શુદ્ધ, બુદ્ધ, વીતરાગ અવસ્થાવાળી સિદ્ધિદશા પ્રાપ્ત કરવી હોય ત્યારે પુણ્યબંધના હેતુભૂત આ શુભસંકલ્પો પણ ત્યાજ્ય જ છે. માટે તે ઉત્તમ મહાત્મા ! તું જાગ, જ્ઞાનદશા પ્રાપ્ત કર અને જ્ઞાનના બલ વડે શુભસંકલ્પોનો પણ ત્યાગ કર. /૪ प्राग्धर्मलवणोत्तारं, धर्मसन्यासवह्निना । कुर्वन् पूरय सामर्थ्य राजन्नीराजनाविधिम् ॥५॥ ગાથાર્થ :- ધર્મસન્યાસ નામના સામર્થ્યયોગને પ્રગટાવવા વડે પૂર્વકાલીન (ઔદયિકભાવના અને મંદષયોપશમભાવના) ધર્મોનો ત્યાગ કરવા રૂપ લવણ ઉતારવાનું (લુણ ઉતારવાનું કામ કરતો છતો સામર્થ્યયોગ પ્રગટાવવા રૂપ શોભાયમાન એવી આરતિ ઉતારવાની વિધિને તું પૂરી કર. /પા. ટીકા :- “પ્રાથર્નેતિ ક્ષત્રીત્મસ્વરૂપાર્વને થર્મસંન્યાસવૃદ્વિના :-સ્વરૂપ સત્તા सहजपारिणामिकलक्षणः चन्दनगन्धतुल्यः, (तस्य) सम्यग् न्यासः-स्थापनं, स एव વઢિ, તેન પ્રવિ-પૂર્વનાથનરૂપ, થર્ષ:-વિન્દમાવનારૂપ:, તવ નવUT, तस्योत्तार:-निवारणं, निर्विकल्पसमाधौ साधकस्यापि सविकल्पधर्मस्य त्याग एव ભવતિ | एवं भावरूपं अपवादसाधनरूपलवणोत्तारं कर्वन सामर्थ्य राजन्नीराजनाविधिं -पूर्वसामर्थ्ययोगस्वरूपा राजन्ती-शोभमाना नीराजना-आरात्रिका, तस्याः विधिस्तं पूरय । सामर्थ्ययोगस्वरूपं च यत्र कर्मबन्धहेतुषु प्रवर्तमानवीर्यस्य न तादृक् प्रवृत्तिः, स्वात्मधर्मसाधनानुभवैकत्वे प्रवर्तमानः निष्प्रयासत्वेन प्रवर्तते स योगः सामर्थ्य ૩વ્યક્તિ પI
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy