SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ૭૨૬ યોગાષ્ટક - ૨૭ નિયમો અને વ્રતોમાં ચલિત ન થવું, અતિચારો ન લગાડવા તે સ્થિરતાયોગ જાણવો. જ્યાં મોહનીયકર્મનો અને અંતરાયકર્મનો પ્રાપ્ત થયેલો જે ક્ષયોપશમ છે. તે વિશિષ્ટ ગુણોની સાધનામાં જ પરિણામ પમાડવા દ્વારા સ્વાભાવિકસ્વરૂપ બની જવાથી નિરતિચારપણે વિશિષ્ટ ગુણોની સાધના જ્યાં થાય છે, જ્યાં કોઈ તકલીફ પડતી નથી. દોષો સેવાતા નથી, અચલિત અવસ્થા થવાથી સહેજે સહેજે ઊંચા ઊંચા ગુણો મેળવી શકાય છે તે સ્થિરતાયોગ કહેવાય છે. યોગવિંશિકાની છઠ્ઠી ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું છે કે - “તથા આ સાધનામાં બાધકરૂપે લાગતા દોષો (અતિચારો)ની ચિંતા વિનાના બનવું તે સ્થિરતા જાણવી.” शुद्धानामर्थानां परमात्मरूपाणां साधनं स्वरूपालम्बनं शुद्धतत्त्वसाधनं સિદ્ધિઃ | ૩વર્ત - "सव्वं परत्थसाहगरूवं पुण होइ सिद्धित्ति" ॥६॥ एवं सप्रभेदं ज्ञेयम् । यावद् ध्यानैकत्वं न भवति तावद् न्यासमुद्रावर्णशुद्धिपूर्वकं आवश्यकचैत्यवन्दनप्रत्युपेक्षणादिकं उपयोगयोगचापल्यवारणार्थमवश्यं करणीयम् । महद्धितकरं सर्वजीवानाम् । तेन स्थानवर्णक्रमेण तत्त्वप्राप्तिरिति ॥४॥ પોતાના શુદ્ધ સ્વરૂપનું જ માત્ર આલંબન લઈને શુદ્ધ આત્મતત્વની સાધના કરવી તે, તથા અન્ય આત્માઓમાં પણ શુદ્ધ એવા પરમાત્મ-સ્વરૂપાત્મક અર્થની સિદ્ધિ કરવામાં સાધન બનવું તેનું નામ સિદ્ધિયોગ કહેવાય છે. સારાંશ કે જીવે પોતે પોતાના આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી અને પરમાં આત્મતત્ત્વની પ્રાપ્તિનું કારણ બનવું, સ્વતત્ત્વ સાધવું અને પરમાં તત્ત્વસાધનાનું નિમિત્ત આપવું તેનું નામ સિદ્ધિ કહેવાય છે. (અહીં સિદ્ધિ અને વિનિયોગને એક યોગરૂપે લેવામાં આવ્યા છે. શ્રી યોગવિંશિકામાં છટ્ટી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું છે કે - સર્વ પ્રકારે પરમાં પણ ઉપકારની સાધના કરવા સ્વરૂપ સિદ્ધિ છે એમ જાણવું.” આ પ્રમાણે ભેદ-પ્રભેદ સાથે યોગદશાનું વર્ણન કર્યું. જ્યાં સુધી આ જીવમાં ધ્યાનની એકાગ્રતા પ્રગટ થતી નથી અર્થાત્ જ્યાં સુધી ચંચળતાઅસ્થિરતા છે ત્યાં સુધી ઉપયોગની ચંચળતા વારવા માટે તથા મન-વચન અને કાયાના યોગની ચંચળતા (અસ્થિરતા) રોકવા માટે શરીરનાં અંગોને અને ઉપાંગોને યથાસ્થાને સ્થિર રાખવા પૂર્વક મુદ્રા અને વર્ણાદિની શુદ્ધિ જાળવવા પૂર્વક સામાયિક-પ્રતિક્રમણાદિ આવશ્યક
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy