SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨ યોગાષ્ટક - ૨૭ कृपानिर्वेदसंवेग प्रशमोत्पत्तिकारिणः । જ્ઞાનસાર भेदाः प्रत्येकमत्रेच्छाप्रवृत्तिस्थिरसिद्धयः ॥३॥ ગાથાર્થ :- કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમભાવ આ ચારે યોગની ઉત્પત્તિનાં કારણો છે. એકેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદો છે. IIII ટીકા :- “પાનિર્વેવ કૃતિ” વૃષા-અનુપ્પા, સુશ્ર્વિતેષુ દુ:પ્રોચનનક્ષળ: आर्द्रतापरिणामः । निर्वेदः - भवोद्वेगश्चतुर्गतिषु चारकवद् भासनम् । संवेगःमोक्षाभिलाषः । प्रशमः कषायाभावः । एते परिणामाः, योगो मोक्षोपायः । तस्योत्पत्तिकारिणः-करणशीलाः, एतादृक्परिणामपरिणतस्य संसारोद्विग्नस्य शुद्धात्मस्वादेच्छ्कस्य योगसाधना भवति । अत्र योगपञ्चके प्रत्येकमेकैकस्य चत्वारो भेदा भवन्ति તે હૈં રૂમે - રૂ∞ા ?, પ્રવૃત્તિ: ૨, સ્થિરતા રૂ, સિદ્ધિ: ૪ ત્યેવં भेदा ज्ञेयाः । उक्तञ्च विंशतिकायाम् - इक्किक्को य चउद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्वो । ફા-વિત્તિ-થિ-સિદ્ધિમેવો સમયનીશ્ ॥ ॥૪॥ ત્યાદિ "" વિવેચન :- આ ગાથામાં સ્થાનયોગ, વર્ણયોગ, અર્થયોગ ઈત્યાદિ પાંચ પ્રકારના યોગની ઉત્પત્તિનાં કારણો જણાવેલાં છે. હવે કહેવાતા કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમભાવ એ ચાર પ્રકારના આત્મ પરિણામો પાંચ પ્રકારના યોગની ઉત્પત્તિનાં કારણો છે. ત્યાં કૃપા એટલે કરુણા, અનુકંપા-દયા, આ સંસારમાં જે જે દુઃખી જીવો છે તે તે દુઃખી જીવોને દુઃખમાંથી છોડાવવાનો જે આત્મપરિણામ, એટલે કે દુ:ખી જીવો ઉપર આર્દ્રતાનો (ભીનાશનોલાગણીનો) જે પરિણામ આવે છે તેને કૃપા કહેવાય છે. બીજું કારણ નિર્વેદ છે. નિર્વેદ એટલે ભવનો ઉદ્વેગ, સંસારથી કંટાળી જવું, સંસારમાંથી બહાર નીકળવાની તમન્ના, ચાર ગતિમાં જેલની જેમ ભાસવું, જાણે હું કારાવાસમાં (જેલમાં) ફસાયો છું, બંધાયો છું. ક્યારે છુટું ? એવો ભાસ થવો, સંસારમાં ગમે તેટલું સુખ હોય તો પણ કારાવાસની જેમ ખુંચવું તે નિર્વેદ. ત્રીજું કારણ સંવેગ છે સંવેગ એટલે મોક્ષે જવાનો અભિલાષ. આત્માના અનંત ગુણોનું સુખ તે જ સાચું સુખ છે. આમ સમજાવાથી અને સંસારનું સુખ ઉપાધિવાળું, પરનિમિત્તક, સાદિ-સાન્ત સ્થિતિવાળું છે એમ સમજીને મોક્ષગમનની તીવ્ર જે અભિલાષા તે સંવેગ.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy