SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭ ૭૧૯ પ્રયાસે મુક્તિપ્રાપ્તિ થાય એવું કોઈક જીવમાં જ બને છે અને યોગદશાના સેવનથી કાળાન્તરે- લાંબા કાળે મોક્ષ પ્રાપ્ત થાય એવું બહુ જીવોમાં બને છે. માટે યોગસેવનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રાજમાર્ગ છે, ધોરીમાર્ગ છે અને અલ્પપ્રયાસથી મુક્તિ થાય છે એ અપવાદમાર્ગ છે. અહીં હાલ વર્તમાનકાલમાં દાદા ભગવાનના અનુયાયી લોકો શ્રી સીમંધરસ્વામી પ્રભુને આગળ કરીને અક્રમવિજ્ઞાન અને શોર્ટકટ (ટુંકો રસ્તો) જણાવે છે તે વાત સત્ય નથી. તેથી તેમાં ફસાવું નહીં, એવો જો ટુંકો રસ્તો સાચો હોત તો તદ્દ્ભવમોક્ષગામી જીવો, અને ખુદ તીર્થંકર ભગવાન મહાવીર પ્રભુ વગેરે જીવો સાડા બાર વર્ષ સુધી ઘોર ઉપસર્ગપરિષહો સહન કરત નહીં, ઘોર તપ, ઉગ્ર ધ્યાન વગેરે કરત નહીં. માટે રાજમાર્ગ તો કર્મ ખપાવવા માટેનો આ યોગમાર્ગ જ છે. કોઈ લઘુકર્મી જીવ અલ્પપ્રયાસે પણ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે, પણ તે સર્વ માટે રાજમાર્ગ નથી. યોગસેવન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરે તે રાજમાર્ગ છે. ॥૧॥ अथ योगपञ्चके बाह्यान्तरङ्गसाधकत्वमुपदिशति હવે પાંચ પ્રકારના આ યોગમાં બાહ્યસાધકતા અને અંતરંગ સાધકતા કોની કોની છે ? તે સમજાવે છે - - कर्मयोगद्वयं तत्र, ज्ञानयोगत्रयं विदुः । विरतेष्वेव नियमाद्, बीजमात्रं परेष्वपि ॥२॥ ગાથાર્થ :- ત્યાં મુક્તિની સાધનામાં બે યોગ ક્રિયાત્મક છે અને ત્રણ યોગ જ્ઞાનાત્મક છે એમ જ્ઞાની પુરુષો કહે છે. દેશવિરતિધર અને સર્વવિરતિધર પુરુષોમાં આ યોગ નિયમા હોય છે અને બાકીના માર્ગાનુસારી અને અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેમાં બીજમાત્ર સ્વરૂપે આ યોગ હોય છે. ॥૨॥ ટીકા :- “ર્મયોગેતિ'' તંત્ર મોક્ષસાધને યો યમ્-ર્મયો યં-યિાचरणायोगरूपम्, त्रयमर्थप्रमुखं ज्ञानयोगं विदुः - प्राहुः बुधाः । तत्र विंशतिकानुसारेण लक्षणादिकं निरूप्यते । तत्र स्थानस्वरूपं कायोत्सर्गादिजैनागमोक्तक्रियाकरणे करचरणासनमुद्रारूपम् । उक्तञ्च योगविंशतिकायाम् ठाण्णत्थालंबणरहिओ, तंतम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो, तहा तियं नाणजोगो उ ॥२॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy