SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી અનુભવાષ્ટક - ૨૬ ૭૧૩ ૩થ સિદ્ધાન્તીવરાતિ = હવે સારભૂત સિદ્ધાન્ત સિદ્ધ કરે છે - अधिगत्याखिलं शब्द-ब्रह्म शास्त्रदृशा मुनिः ।। स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥८॥ ગાથાર્થ - મુનિ મહારાજા શાસ્ત્રરૂપી દૃષ્ટિ વડે શબ્દસંબંધી સઘળું પણ જ્ઞાન પ્રાપ્ત કરીને અનુભવ વડે પરથી નિરપેક્ષ એવું સ્વયં સંવેદ્યસ્વરૂપ પરમબ્રહ્મને જાણે છે. એટલા ટીકા :- “ધાયેતિ' પૂર્વપૂર્વસેવના સ્થાને શાસ્ત્ર-શસ્ત્રપ્ર¢Uવૃદ્ધા अखिलं-समस्तं शब्दब्रह्म-षड्भाषावाङ्मयम्, अधिगत्य-ज्ञात्वा, तदनन्तरं मुनिः अनुभवेन-स्वरूपग्राहकदृष्ट्या स्वसंवेद्यं-स्वेन आत्मना संवेद्यं-ज्ञानास्वादनयोग्यं परं ब्रह्म-शुद्धात्मस्वरूपम् अधिगच्छति-प्राप्नोति । अतः उक्तञ्चागमे "ससमयं जाणेई, परसमयं जाणेई, ससमयं परसमयं जाणित्ता अप्पाणं भावित्ता भवई" __ अत एव आगमाभ्यासपटुमतिः तत्त्वज्ञानानुभवेनात्मस्वरूपं प्राप्नोति, तेनानुभवाभ्यासो विधेयः ॥८॥ | વિવેચન :- જ્યારે અભ્યાસનો પૂર્વકાલ હોય છે ત્યારે પૂર્વ કાલમાં શાસ્ત્રોને જાણી લેવાના-શાસ્ત્રોને સેવવાના-શાસ્ત્રોને પ્રાપ્ત કરી લેવાના અવસરકાલે વધારે વધારે શાસ્ત્રોનું અવગાહન (ઊંડાણપૂર્વકનું અધ્યયન) કેમ થાય ? તેવી ગ્રહણ કરવાની બુદ્ધિ રાખવાપૂર્વક સંસ્કૃત-પ્રાકૃત-શૂરસેની-પેશાચિકી-માગધી-અપભ્રંશ ઈત્યાદિ ભાષાઓનો ઋષિમુનિઓ પોતપોતાના શાસ્ત્રોમાં જે ઉપયોગ કરે છે તે છએ ભાષાઓ સંબંધી વ્યાકરણ વિષયનું ઊંડું સૂમ જ્ઞાન મહાત્મા પુરુષો પ્રથમ મેળવે છે. કોઈપણ દર્શનશાસ્ત્રનું સૂક્ષ્મ જ્ઞાન મેળવવું હોય તો તે તે ઋષિમુનિઓએ બનાવેલાં શાસ્ત્રો નિરંતર ભણવાં પડે અને વારંવાર વાંચવાં પડે, તે માટે તે તે ભાષાનું જ્ઞાન પણ અતિશય જરૂરી બને છે. માટે પ્રથમ છએ ભાષાના વ્યાકરણ શાસ્ત્રોને આત્માર્થી મુમુક્ષુ જીવો ભણે છે. જે કારણે તે મહાત્માઓને કોઈપણ દર્શનનું શાસ્ત્ર અનવરાહ્ય રહેતું નથી. તે તે ભાષાકીય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તે તે દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે અને કયું દર્શન જગતનાં તત્ત્વોનું કઈ રીતે મૂલ્યાંકન કરે છે? કઈ રીતે જ્ઞાન ધરાવે છે? કઈ રીતે લોકોને સમજાવે છે તે જાણે છે. જાણીને સર્વદર્શનશાસ્ત્રોના જાણકાર પંડિતપુરુષ બને છે. ષડ્રદર્શનશાસ્ત્રોના જ્ઞાની બને છે. ત્યારબાદ આ મુનિ મહાત્મા વૈરાગી હોવાથી, આત્મકલ્યાણના જ અર્થી હોવાથી, સંસારી ભાવોના ત્યાગી હોવાથી અને સંવેગ-નિર્વેદ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy