SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર ૭૦૪ અનુભવાષ્ટક - ૨૬ માત્ર જણાવનાર છે. ભવસમુદ્રનો પાર તો પોતાને એક અનુભવ જ પ્રાપ્ત કરાવી આપે છે. બીજું કોઈ ભવસમુદ્રનો પાર પમાડી આપતું નથી. શાસ્ત્રાભ્યાસ ભવસમુદ્રનો પાર પામવાની દિશા જણાવનાર છે. પણ તે પોતે જીવને ભવસમુદ્રનો પાર પમાડી આપતું નથી. માટે જીવે પોતે શાસ્ત્રાભ્યાસ કર્યા પછી વિશિષ્ટ અનુભવવાળા થવું જોઈએ. શ્રી સુયગડાંગ (સૂત્રકૃતાંગ) સૂત્રમાં કહ્યું છે કે “આ જીવ અધ્યાત્મભાવનાથી જ સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે” તે કારણથી ઉત્તમ ગુરુજીના ચરણકમલમાં રમનારા આત્માર્થી મુમુક્ષુ જીવોએ આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન મેળવીને તેમાં જ વધારે વધારે લીન થવું જોઈએ એવો ઉપદેશ છે. તેરા अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद्बुधाः जगुः ॥३॥ ગાથાર્થ - અતીન્દ્રિય એવું આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ વિશુદ્ધ અનુભવ વિના શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ વડે પણ જાણી શકાતું નથી. કારણ કે જ્ઞાનીઓએ આ પ્રમાણે કહ્યું છે. all ટીકા :- “અતીનિમિતિ” વૃથા:-urveતા રૂતિ 1:, રૂતીતિ વુિં ? शास्त्रयुक्तिशतेनापि-शास्त्रस्य युक्तयः, तेषां शतेनापि अनेकागमरहस्यावबोधेनापि विशुद्धानुभवं विना-निर्मलानुभवमन्तरेण अतीन्द्रियम्-इन्द्रियज्ञानागम्यम्, परम्उत्कृष्टम्, ब्रह्म-चैतन्यम्, न गम्यम्-न ज्ञातुं शक्यम् । न घटपटादिपदार्थसार्थसमर्थनशब्दसाधनस्वस्वमतस्थन्यासमुधाचिन्तनविकल्पतल्पस्थाः सम्यग्ज्ञानिनः । स्याद्वादानेकान्तधर्मास्पदीभूतानन्तपर्यायोत्पादव्ययपरिणमनसर्वज्ञेयावबोधामूर्ताखण्डानन्दात्मस्वरूपज्ञानं तु तत्त्वानुभवलीना एवास्वादन्ते, न वचोयुक्तिव्यक्तिकृतવાવિતાસા: રૂતિ રૂા. વિવેચન :- પંડિત પુરુષો અર્થાત્ જ્ઞાની પુરુષો આ પ્રમાણે કહે છે. “આ પ્રમાણે કહે છે” એટલે શું કહે છે? તો જણાવે છે કે - જુદાં જુદાં અનેક શાસ્ત્રો ભણીને તેમાં કહેલી અને અન્ય પણ શાસ્ત્રોના અભ્યાસના આધારે નવી નવી સેંકડો યુક્તિઓ લગાડીને એટલે કે તર્ક-વિતર્ક કરવાપૂર્વક સ્વતંત્રપણે મનથી વિચારણા અને વિકલ્પો માત્ર કરવા વડે અનેક આગમોના રહસ્યને કદાચ જાણો, તો પણ વિશુદ્ધ એવા આત્માનુભવ વિના-નિર્મળ પોતાના જાત અનુભવ વિના ઈન્દ્રિયોના જ્ઞાનમાત્રથી અગમ્ય એવું પરમ (ઉત્કૃષ્ટ) આત્મતત્ત્વ (આત્માનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ) જાણી શકાતું નથી.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy