SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૮ પરિગ્રહત્યાગાષ્ટક- ૨૫ જ્ઞાનસાર रूवलावण्णसोहग्गकुसलो पुरन्दरो इव सोभन्तमाणसंठाणो, जीवाजीवाईतत्तविओ, सुत्तत्थसवणरसिओ बालभावेण भोगलालसाविमुत्तो, (इट्ठो दट्ठो य) सो अणेगाहिं रायकन्नासहस्सेहिं रूवविम्हिएहिं नियसंपयाजुत्ताहिं परिणयणागयाहिं । एगया पुच्छियाओ कन्नाओ कुमरेणं, भो भद्दे ! कह तुब्भे पिउघरं विमुत्तूण इह समागयाओ । ताओ तया भणंति तुह रागभिलासणीओ, तुहं इ8 कंतं रागपयमिच्छामो । ताहे कुमारो भणइ-जिणिंदवारियं कम्मबंधणमूलं भवविवड्डणं को कुणई रागं? लोलीभूए कारणेणं धम्मकरे एगत्तमागए देहे विणिवारिओ सव्वदंसीहिं। ता परदेहे रागो को करेइ सदक्खिन्नो ? निम्मलचरणावरणं केवलणाणस्स रोहगं रागं अरिहंताईसु वरं । तं पि निच्छयपए तज्जं (त्याज्यम्), ताव अणत्थपहाणं विसयरागं कहं करिज्जत्ति ? सुहिणो य वीयराया नियसहावे समासत्ता ममं ण जुज्जए रागो अन्नेसु, तुब्भंपि ण जुज्जए । एवं इति उवएसेण पडिबोहियकन्नासहस्सपरिवरिओ समणो जाओ । कमेण अणुत्तरणाणदंसणचरणवीरिएणं पत्तसुक्कज्झाणो सिद्धो । ताओ वि सिद्धाओ । एवं रागत्यागः कार्यः । तर्हि परिग्रहरागो हि नात्महिताय कदापि ॥६॥ અયોધ્યા નામના નગરમાં શ્રીવર નામનો એક રાજા હતો. તે રાજા અત્યન્ત મિથ્યાષ્ટિ હતો. જૈનધર્મથી સર્વથા વિમુખ હતો. તે રાજાને શ્રીકાન્ત નામનો એક કુમાર (પુત્ર) હતો. આ શ્રીકાન્તકુમાર રૂપમાં, લાવણ્યમાં અને સૌભાગ્યમાં અતિશય કુશળ હતો. અર્થાત્ બહુ જ રૂપ, લાવણ્ય અને સૌભાગ્યવાળો હતો. ઈન્દ્ર મહારાજાની જેમ સુશોભિત શરીરની આકૃતિવાળો હતો, આ શ્રીકાન્તકુમાર જીવ-અજીવ આદિ તત્ત્વોને જાણનારો હતો. ગણધરાદિ મહાત્મા પુરુષો વડે રચાયેલાં સૂત્રો અને તેના અર્થો સાંભળવાનો રસિક હતો. પોતાની નાની લઘુ બાલ અવસ્થાથી જ ભોગો ભોગવવાની લાલસાથી રહિત હતો. બીજી બાજુ રૂપમાં આશ્ચર્ય ઉપજાવે તેવી અર્થાતુ અતિશય રૂપવાળી પોતપોતાની સંપત્તિથી યુક્ત (અર્થાતુ પોતાના પિતાના રાજ્યની શોભા વધે તેવા કરિયાવર)થી યુક્ત અને કુમારને પરણવા માટે જ આવેલી અનેક હજારો રાજકન્યાઓ વડે તે કુમારને મનથી ઈચ્છાયો અને ચક્ષુથી પ્રેમપૂર્વક જોવાયો. એક વખત તે કુમાર વડે રાજકન્યાઓને પુછાયું - કે હે ભદ્રે ! તમે તમારા પિતાના - ઘરને ત્યજીને અહીં કેમ આવી છો? અહીં આવવાનું શું પ્રયોજન છે? ત્યારે તે કન્યાઓ કુમારને આ પ્રમાણે કહે છે, “અમે તમારા રાગની અભિલાષિણી છીએ, અમારા મનને ગમતા અને રાગ કરવાને માટે પાત્રભૂત અર્થાતુ યોગ્ય સ્થાનભૂત એવા તમને અમે અમારા કંથ તરીકે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy