SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫ ટીકા :- “ચત્તે કૃતિ'' સાધો: પરિગ્રહે ત્યવતે સતિ સળાં રત્ન:-ર્મસમૂહ:, प्रयाति - गच्छति । दृष्टान्तयति - सरसः सलिलं सरः पानीयं पालित्यागे अर्थात् पालिक्षये क्षणादेव क्षयं याति एवम् । अतः सामान्यपरिणतौ लोभपरित्यागेन अनुक्रमेण कर्माभावता भवति ॥५ ॥ " ૬૮૬ જ્ઞાનસાર વિવેચન :- જ્યારે આ જીવ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે જ દ્રવ્યપરિગ્રહનો તો ત્યાગ કરે છે. પરંતુ ભાવપરિગ્રહનો (માનસિક મમતા-મૂર્છા-આસક્તિનો) ત્યાગ જ્યારે કરે છે ત્યારે તે જ ક્ષણે કર્મ સ્વરૂપ સઘળી પણ રજ તેનામાંથી ચાલી જાય છે. આ વાત એક ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ પાણીથી ભરેલું એક સરોવર હોય, ચારે દિશામાં સરોવરને ફરતી સુંદર ઊંચી ઊંચી પાળ બનાવી હોય ત્યારે તેમાં પાણી ટકે છે. પરંતુ જ્યારે તે પાળનો ત્યાગ કરવામાં આવે છે એટલે કે પાળ તોડી નાખવામાં આવે છે ત્યારે ક્ષણમાત્રમાં જ પાણી સરોવરમાંથી બહાર નીકળી જાય છે. આ જ પ્રમાણે પરિગ્રહરૂપી (મમતા-મૂર્છારૂપી) પાળ નાશ કરાયે છતે મુનિમહારાજા રૂપી સરોવરમાંથી કર્મોની રજ રૂપી પાણી જલ્દી જલ્દી નીકળી જાય છે અને આત્મા શુદ્ધ, બુદ્ધ અને નિર્મળ બને છે. આ કારણથી અંદરની આત્માની સામાન્ય જ્ઞાનપરિણતિમાં રહેલી લોભદશાનો ત્યાગ કરવાથી અનુક્રમે ગુણસ્થાનકો ઉપર આરોહણ કરતાં કરતાં ક્ષપકશ્રેણિ કરવા દ્વારા કર્મોનો સર્વથા અભાવ થાય છે. પા त्यक्तपुत्रकलत्रस्य, मूर्च्छामुक्तस्य योगिनः । चिन्मात्रप्रतिबन्धस्य', का पुद्गलनियन्त्रणा ॥६॥ ગાથાર્થ :- સ્ત્રી-પુત્રાદિનો ત્યાગ કરનારા, મૂર્છા વિનાના, અને જ્ઞાનની સાધના માત્રમાં જ અંજાયેલા એવા મહાત્મા યોગીપુરુષને પુદ્ગલની પરવશતા કેમ હોય ? અર્થાત્ ન હોય ॥૬॥ ટીકા :- ‘“ત્યવક્તપુત્રૂતિ' ત્યક્તે-જૂદું નીતે પુત્રનત્રે સન્તાનવનિતાસંયોગો યેન तस्य, (मूर्च्छामुक्तस्य), मूर्च्छा सतः परिग्रहस्य संरक्षणा, तया मुक्तस्य-रहितस्य योगिनः - सम्यग्दर्शनज्ञानचारित्रात्मनः, चिद्-ज्ञानं तन्मात्रे एव-ज्ञाने एव प्रतिबन्ध:आसक्तता यस्य सः, एवंविधस्य तत्त्वमुनेः पुद्गलनियन्त्रणा - पुद्गलैकता का ? न कापीत्यर्थः । भावना च पुत्रवनितासङ्गरहितस्य पुद्गलसंगोपनाविकल्पविकलस्य ૧. પ્રતિવસ્વસ્થ ને બદલે પ્રતિવન્દ્રસ્ય પાઠ પણ કોઈ કોઈ પુસ્તકોમાં છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy