SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫ ૬૮૩ છું?” ઈત્યાદિ વિચારો કરવા રૂપ દૂષણોથી દૂષિત થયેલો આ જીવ તીવ્ર રસવાળું જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધીને તે કર્મના વશથી અનન્તકાલ ભદ્રભ્રમણ કરવા રૂપ નિગોદ અવસ્થાને પામે છે. જ્ઞાનનાં ઉપકરણોની મમતા થવાથી તેના દ્વારા માયા અને માન પોષાવાથી આ જીવ આ પરિગ્રહને લીધે અનંતકાલ સુધી ભવભ્રમણાને પામે છે. આવું સંસારમાં (આવર્તનું) રખડપટ્ટીનું સ્વરૂપ છે. આમ સજ્જન પુરુષોએ પોતાના આત્માના હિત માટે નિરંતર આવું વિચારવું. ધર્મનાં ઉપકરણોની મમતા પણ અનંત ભવમાં રખડાવે છે. આ કારણથી ધર્મનાં ઉપકરણો દ્વારા પણ થતી વિષયોની પુષ્ટિ અને પરિગ્રહની પુષ્ટિ તથા કષાયોની વૃદ્ધિ વગેરે ત્યજી દેવાં જોઈએ, ધર્મનાં ઉપકરણો જરૂર ઉપકારી છે, પરંતુ તેની મમતા-મૂર્છા ઉપકારી નથી. જો ઉપકરણો ઉપર મમતા મૂર્છા થાય તો તે ઉપકરણ ન રહેતાં અધિકરણ બને છે. ૨॥ यस्त्यक्त्वा तृणवद् बाह्यमान्तरञ्च परिग्रहम् । उदास्ते तत्पदाम्भोजं, पर्युपास्ते जगत्त्रयी ॥३॥ ગાથાર્થ :- જે આત્મા ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહનો અને મિથ્યાત્વાદિ અભ્યન્તર પરિગ્રહનો તૃણની જેમ ત્યાગ કરીને ઉદાસીન થઈને રહે છે. તેના ચરણ-કમળને ત્રણે જગત સેવે છે. ગા ટીકા :- “યસ્ત્યવક્ત્વતિ'' ય: સાધુઃ વાદ્યું-ધનાવિ, આન્તર-ગાવિપત્તિપ્રતમ, तृणवत् त्यक्त्वा संत्यज्य उदास्ते - उदासीनो भवति, किं परिग्रहेण ? मोहकारणेन व्यासङ्गमूलेन आत्मपरिपन्थिकल्पेन वस्तुतः निस्सारेण । न एष मम, नाहमनेन सुखी मदिरामत्तपङ्कावलेपतुल्येन, अहं तु ज्ञानाद्यनन्तगुणपूर्णः कथं पुद्गलेषु रमे ? इत्यादिभावनया त्यक्तपरिग्रहः । तत्पदाम्भोजं जगत्त्रयी असुरनरामरश्रेणिः पर्युपास्ते- सेवते इत्यर्थः । स त्रिजगद्वन्द्यो भवति, तेन स्वरूपानन्दरसिकानां न परिग्रहासक्तिः ॥ ३ ॥ વિવેચન :- જે મહાત્મા પુરુષ પરિગ્રહનો તૃણની જેમ ત્યાગ કરે છે. તે મહાત્માના ચરણકમળની ત્રણે લોકના જીવો ઉપાસના કરે છે. આ વાત સમજાવે છે જે સાધુ મહાત્મા ધન-ધાન્ય વગેરે નવ પ્રકારનો બાહ્યપરિગ્રહ (ધન-ધાન્ય, ક્ષેત્રવાસ્તુ, રૂપ્ય-સુવર્ણ, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદ) તથા મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ કષાયો રૂપ અભ્યન્તર પરિગ્રહ એમ બન્ને પ્રકારના પરિગ્રહનો ઘાસના તણખલાની જેમ ત્યાગ કરે છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy