SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫ ૬૮૧ परिग्रहग्रहावेशात्-परिग्रहस्य ग्रहः ममत्वं, तस्यावेशः, तस्मात् दुर्भाषितम्उत्सूत्रवचनमेव रजसः किराः-समूहाः, अत एव विकृताः-विकारमया इति । एवं हि परिग्रहाभिलाषमग्ना ज्ञानपूजनाद्युपदेशेन परिग्रहमेलनासक्ताः उत्सूत्रं वदन्ति । पोषयन्ति विषयान्, परिग्रहीकुर्वन्ति ज्ञानोपकरणानि, 'महान्तयन्ति ज्ञानोपकरणैः । उक्तञ्च उपमितिभवप्रपञ्चायाम् - વિવેચન :- પરિગ્રહ એટલે મમતા-મૂછ-આસક્તિ - આ મારું છે, આ મારું છે આવો મોહોદયવાળો આત્મપરિણામ, આવા પ્રકારનો પરિગ્રહ જે મુનિના મનમાં પ્રવેશેલો છે. અર્થાત્ તે પરિગ્રહ રૂપી ભૂત-પ્રેતનો પ્રવેશ જે મુનિમાં થયેલ છે. તે મુનિ સાધુપણાનું દ્રવ્યલિંગ ધારણ કરનારા બન્યા હોય તો પણ પરિગ્રહરૂપી ભૂત-પ્રેતના આવેશમાત્રથી આવા પ્રકારના પ્રલાપો-એટલે કે સાધુપણાને ન છાજે તેવા સંબંધ વિનાના મોહપોષક વચનોનો સમૂહ બોલતા હોય એવું શું નથી સંભળાતું ? અર્થાત્ વસ્તુઓની યાચનાવાળાં વચનોનો સમૂહ સંભળાય જ છે. આ મોહપોષક (મમતા-મૂછને વધારનારા) વચનપ્રલાપો કેવા પ્રકારના હોય છે? અને કયા કારણથી હોય છે ? તે સમજાવે છે. પરિગ્રહનું જે ભૂત છે તેનો પ્રવેશ થવાથી એટલે કે પરપદાર્થોની મમતા થવાથી દુર્ભાષિત વચનોનો સમૂહ અર્થાત્ જિનેશ્વર પરમાત્માના સૂત્રવિરુદ્ધ = ઉત્સુત્ર એવાં વચનોના સમૂહરૂપી રજ ઉડતી શું નથી સંભળાતી? અર્થાતુ સંભળાય જ છે. મુનિવેષધારી જીવોમાં પણ જ્યારે જ્યારે પરપદાર્થની મૂછ પ્રવેશ પામે છે ત્યારે ત્યારે તે તે વસ્તુ મેળવવાની તેમને ઈચ્છા થાય છે. વસ્તુઓ ધન વિના પ્રાપ્ય ન હોવાથી ધનનો સંગ્રહ કરવાની ઈચ્છા થાય છે તે કારણથી “તમે જ્ઞાનનું પૂજન કરો” ઈત્યાદિ ઉપદેશ આપવા દ્વારા જ્ઞાનપૂજન આદિ કાર્યો કરાવવા વડે પરિગ્રહને (ધનાદિને) મેળવવાની આસક્તિવાળા મુનિઓ આવા પ્રકારનાં વિકૃત વચનો બોલે છે. લોકો પાસેથી યેનકેન પ્રકારેણ ધનપ્રાપ્તિ થાય તેવાં, સાધુતાને ન છાજે તેવાં, યાચનાવાળાં વચનો મુનિઓ બોલતા હોય અને પરિગ્રહનો સંગ્રહ કરતા હોય એવું પરિગ્રહને પરવશ થયેલા મુનિઓમાં દેખાય છે. મમતા-મૂછમાં આસક્ત બનેલા મુનિ-વેષધારી લોકો પણ જ્ઞાનપૂજન આદિ કાર્યો કરાવવા વડે સંસારી જીવો પાસેથી ધન મેળવવા દ્વારા પાંચે ઈન્દ્રિયોના વિષયોને પોષે છે. મનમાની વસ્તુ મેળવીને વિષયરસ પોષે છે. જ્ઞાનના કેટલાંક (બીનજરૂરી) ઉપકરણોનો પરિગ્રહ કરે છે. વિશિષ્ટ પેનો, પેન્સીલો, પુસ્તકો, ચંદરવા-પુંઠીયા ઈત્યાદિ મેળવીને તેના જ ૧. અહીં “મહાન્ત રૂવાઘરતીતિ-મહત્યને” હોવું જોઈએ આચાર અર્થમાં વેચ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy