SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫ ૬૭૯ તેને જ પોતાની પત્ની માની સ્નેહ કરવો, મમતા કરવી એવી જ રીતે સ્ત્રીને આશ્રયી પુરુષના પ્રતિબિંબ ઉપર પોતાના પતિપણાનો ભાવ રાખીને મમતા કરવી તે પરિગ્રહ. અથવા પરિગ્રહનો વિષય બને તેવા ઘટ-પટ-અલંકારાદિના કાચા માલને (માટી-તન્ત અને સુવર્ણાદિને) પરિગ્રહ કહેવો તે પણ નૈગમનયથી પરિગ્રહ, આમ સર્વત્ર ઔપચારિક પદાર્થો ઉપરની મમતા તે નૈગમનયથી પરિગ્રહ. (૨) સંગ્રહનય :- સત્તાગ્રાહી હોવાથી જે કોઈ જીવ-અજીવ પદાર્થ જગતમાં છે તે સઘળા પણ પદાર્થ ઉપર મારાપણાનો પ્રેમ-મમતા-મૂચ્છ તે સંગ્રહાયથી પરિગ્રહ. તત્ત્વાર્થસૂત્ર ઉપરના ભાષ્યમાં પૂજ્ય ઉમાસ્વાતિજી મ.એ કહ્યું છે કે બીજો મૃષાવાદ નામનો અને, પાંચમો પરિગ્રહ નામનો આશ્રવ સર્વદ્રવ્ય વિષયક હોય છે. પ્રાણાતિપાત નામનો આશ્રવ જીવવિષયક, અદત્તાદાન નામનો આશ્રવ જીવ-પુદ્ગલવિષયક અને મૈથુન નામનો આશ્રવ પણ જીવ-પુદ્ગલવિષયક હોય છે, પરંતુ મૃષાવાદ તથા પરિગ્રહ નામનો આશ્રવ છએ દ્રવ્યવિષયક હોઈ શકે છે. કારણ કે મમતાનો પરિણામ સર્વત્ર પ્રસરે છે. (૩) વ્યવહારનય :- ધન-ધાન્યાદિ ભોગસામગ્રીથી યુક્ત જીવને તે તે પદાર્થ વિષેની જે મમતા-મૂર્છા તે વ્યવહારનયથી પરિગ્રહ. (૪) ઋજુસૂત્રનય :- ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ હોય કે કદાચ બાહ્યપરિગ્રહ ન હોય તો પણ તેની ઈચ્છાવાળો જીવ મમતાયુક્ત છે માટે તે પદાર્થોનો અભિલાષી જીવ પરિગ્રહવાળો જાણવો. (૫) શબ્દનયથી પુણ્યની આશંસા, (૬) સમભિરૂઢનયથી પુણ્યના ફળની ઈચ્છા અને (૭) એવંભૂતનયથી પુણ્યના ફળના ઉપભોગની તીવ્ર ઈચ્છા આ સર્વ પરિગ્રહ સમજવો. આ પ્રમાણે પછી પછીના નો નિશ્ચયનયાભિમુખ જાણવા. આ કારણથી તે સર્વ પ્રકારના પરિગ્રહને ત્યજવાનો ઉપદેશ આપે છે. न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति । परिग्रहग्रहः कोऽयं ?, विडम्बितजगत्त्रयः ॥१॥ ગાથાર્થ :- ત્રણે જગતને દુઃખી દુઃખી કર્યા છે જેણે એવો આ પરિગ્રહ રૂપી ગ્રહ કોઈ અપૂર્વ છે કે જે ગ્રહ ક્યારેય રાશિ બદલતો નથી અને વક્રતાનો ત્યાગ કરતો નથી. ll૧૩ ટીકા :- “ર પરવર્તતૈ” રિ-રાશે -અનાદિરાશિતઃ પરિગ્રહો = પરાવર્તન निवर्तते, पुनः वक्रतां जातु-कदाचित् न उज्झति-न त्यजति, अत एव हे आत्मार्थिन् !
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy