SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ શાસ્ત્રાષ્ટક- ૨૪ જ્ઞાનસાર પડી છે. ધર્મનો બગીચો ખીલ્યો છે. તેને વધારે ને વધારે નવપલ્લવિત રાખવામાં શાસ્ત્ર એ અમૃતની નીક તુલ્ય છે. જેમ પાણીની નીક હોય તો આખા બગીચાના છોડે છોડે પાણી પહોંચે છે. તેનાથી બગીચાની સંપૂર્ણ વનરાજી લીલીછમ રહે છે. પાણીને બદલે ધારો કે અમૃતરસની નીક હોય તો તો વનરાજી અતિશય લીલીછમ રહે, તેમાં પુછવાનું કંઈ હોતું જ નથી. તે રીતે પ્રાપ્ત થયેલ ધર્મ રૂપી બગીચાને અતિશય લીલોછમ રાખવામાં શાસ્ત્ર એ અમૃતની નીકનું કામ કરે છે. સતત શાસ્ત્રાભ્યાસથી અને સતત શાસશ્રવણથી આત્મામાં પ્રગટેલો જૈનધર્મ નવપલ્લવિત રહે છે. મોહદશા અને અજ્ઞાતદશા સર્વથા નાશ પામે છે. આ રીતે પૂર્વકાલના મહામુનીશ્વર પુરુષો શાસા એ આત્મસાધનાનું અનુપમ સાધન છે આમ વર્ણવે છે. શા शास्त्रोक्ताचारकर्ता च, शास्त्रज्ञः शास्त्रदेशकः । शास्त्रकदृग् महायोगी, प्राप्नोति परमं पदम् ॥८॥ ગાથાર્થ - શાસ્ત્રમાં કહેલા આચારોને આચરનાર, શાસ્ત્રના મર્મને જાણનાર, શાસ્ત્રનો ઉપદેશ આપનાર, શાસ્ત્ર એ જ છે એક દૃષ્ટિ જેની એવા મહાયોગી પુરુષ પરમ પદને પ્રાપ્ત કરે છે. દા. ટીકા :- “શાસ્ત્રોક્તતિ” વંવિધ મહાયોગી પરમષ્ઠ, પરં–સ્થાનું પ્રતિકા कथम्भूतः ? शास्त्रोक्ताचारकर्ता-शास्त्रे जैनागमे उक्तः यः आचारः, तस्य कर्ताकरणशीलः । शास्त्रज्ञः-शास्त्रं स्याद्वादागमं जानातीति शास्त्रज्ञः । पुनः शास्त्रदेशकः शास्त्रस्य देशकः-कथकः । पुनः कीदृशः ? शास्त्रैकदृग-शास्त्रे एका-अद्वितीया रहस्यग्राहिणी दृग्-दृष्टिर्यस्य स इति । एवं शास्त्रोक्तमार्गकारी, तज्ज्ञः, तदुपदेशकः, परमम्-उत्कृष्टं पदं प्राप्नोति । વિવેચન - આ ગાળામાં સમજાવેલાં ચાર વિશેષણોવાળા મહામુનિઓ (મહાયોગી મહાત્માઓ) પરમપદને-ઉત્કૃષ્ટ સ્થાનને (મુક્તિપદને) પ્રાપ્ત કરે છે. કેવા મહામુનિઓ પરમપદને પ્રાપ્ત કરે છે? તો કહે છે કે નીચે મુજબના ચાર વિશેષણવાળા, તે આ પ્રમાણે - (૧) શાસ્ત્રોક્તાવાર વેર્તા = શ્રી જિનેશ્વર પરમાત્માના શાસ્ત્રોમાં કહેલા એટલે કે જૈન આગમોમાં કહેલા આચારને પાલનારા, જ્ઞાનાચાર-દર્શનાચારાદિ સદાચારને પાલનારા,
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy