SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્રાષ્ટક- ૨૪ જ્ઞાનસાર અહીં શાસ્ત્ર રૂપી જે ચક્ષુ સમજાવવામાં આવે છે તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું માનસદર્શન લેવું. મન એ પણ એક ઈન્દ્રિય છે. તેની શક્તિ દ્વારા શાસ્ત્રના આલંબને ભાવો જણાય છે. માટે માનસદર્શન રૂપી શાસ્ત્ર ચક્ષુવાળા મુનિઓ હોય છે. રા. शासनात् त्राणशक्तेश्च, बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य, तत्तु नान्यस्य कस्यचित् ॥३॥ ગાથાર્થ :- જે શાસનક્રિયાવાળું અને ત્રાણ શક્તિવાળું હોય તેને પંડિતપુરુષો શાસ્ત્ર કહે છે. તે શાસ્ત્ર વિતરાગ પરમાત્માનું વચન જ હોઈ શકે છે. પણ અન્ય કોઈનું નહીં. lal ટીકા :- “શાસનાવિતિ” વધે -વિદ્ધિ, -પુનઃ, ત્રીપશિવઃ-મવમીતकर्मावगुण्ठितविभावभुग्नजीवानां त्राणं-रक्षणं, तस्य शक्तिः-सामर्थ्य यस्य सः, तस्य शासनात्-शिक्षणात् शास्त्रं निरुच्यते-व्युत्पाद्यते । “मोक्षमार्गस्य शासनात् शास्त्रम्" इति तत्त्वार्थकृत् । (प्रशमरति गाथा १८८) तु-पुनः, तद् वीतरागस्य सर्वमोहक्षयनिष्पन्नपरमशमस्वभावस्य वचनं मोक्षमार्गोपदेशकम् । उक्तञ्च उमास्वातिपूज्यैः केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय कृतार्थोऽपि, देशयामास तीर्थमिदम् ॥१८॥ (તસ્વાર્થરિવ સ્નો ૨૮) अतस्तस्यैव वचनं मोक्षाङ्गम् । अन्यस्य कस्यचित् असर्वज्ञस्य सर्वज्ञमानिनः વચનં ર મોહેતુ: રૂા વિવેચન :- “શાસ્ત્ર” શબ્દમાં શીર્ અને સૈ બે ધાતુ રહેલા છે. તેના ઉપરથી “શાસ્ત્ર” ધાતુ મળીને ઉણાદિથી શાસ્ત્ર શબ્દ બનેલ છે. શાસ્ એટલે કહેવું અને નૈ એટલે રક્ષણ કરવું. જે શાસ્ત્રમાં શાસનક્રિયા અને ત્રાણશક્તિ હોય છે તેને જ વિદ્વાન પુરુષો શાસ્ત્ર કહે છે. હિતશિક્ષાનું કથન તે શાસનક્રિયા અને સંસારથી ભયભીત થયેલા, કર્મોથી ઘેરાયેલા અને વિભાવદશાના પ્રતાપે પીડાયેલા (ભાંગી પડેલા) એવા જીવોનું રક્ષણ કરવાની જે શક્તિ તે ત્રાણશક્તિ. આમ આ બન્ને ક્રિયા (શાસનક્રિયા અને ત્રાણશક્તિ) છે જેમાં તેને જ શાસ્ત્ર કહેવાય છે. વીતરાગ પરમાત્માથી પ્રણીત અને ગણધરભગવંત આદિથી રચિત જે કોઈ શાસ્ત્રો
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy