SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૮ શાસ્રાષ્ટક-૨૪ જ્ઞાનસાર (૩) શાસ્ત્રની પંક્તિઓના અર્થ મરજી મુજબ કરે છે. પોતે માનેલા અર્થ તરફ જ પંક્તિને ખેંચી જાય છે. અપેક્ષાપૂર્વક લખાયેલાં વાક્યોને એકાન્ત અર્થમાં લઈ જાય છે. માટે પણ તેનું જ્ઞાન અજ્ઞાન છે. (૪) જ્ઞાન ભણ્યા પછી તેના ફલ રૂપે બાહ્યજીવનમાં વિષયોનો ત્યાગ અને અત્યંતર જીવનમાં કષાયોનો ત્યાગ કરવાપૂર્વકનો વૈરાગ્ય પ્રાપ્ત થવો જોઈએ પણ મિથ્યાર્દષ્ટિ જીવમાં આવા ફળનો અભાવ છે માટે તેનું જ્ઞાન તે અજ્ઞાન છે. આમ મિથ્યાર્દષ્ટિમાં આવેલું જૈનાગમ પણ ઉપરોક્ત ચાર કારણોસર મિથ્યાશ્રુત છે. સભ્યશ્રુત નથી માટે શાસ્ત્ર કહેવાતું નથી. (૧) જેના કર્તા સમ્યગ્દષ્ટિ હોય તે વ્યવહારનયથી સભ્યશ્રુત. જેમકે દ્વાદશાંગી તથા શ્રી જિનભદ્રગણિજી, શ્રી ઉમાસ્વાતિજી, શ્રી હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂજ્ય ઉ. શ્રી યશોવિજયજી મ. જેવા સમ્યગ્દષ્ટિ આત્માઓનું રચેલું શ્રુત તે વ્યવહારનયથી સભ્યશ્રુત જાણવું. (૨) જેના કર્તા મિથ્યાદૃષ્ટિ, તે વ્યવહારનયથી મિથ્યાશ્રુત જેમકે રામાયણ મહાભારત, પુરાણો વગેરે. (૩) જેને ગ્રહણ કરનાર-ભણનાર વર્ગ સમ્યગ્દષ્ટિ હોય, તે નિશ્ચયનયથી સભ્યશ્રુત, જેમકે જૈનાચાર્યો છએ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરે તે, કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરનારા આચાર્યે સમ્યગ્દષ્ટિ છે. તેમની મતિ યથાર્થ સ્યાદ્વાદશૈલિ વાળી છે. (૪) જે શાસ્ત્રોને ભણનાર-ગ્રહણ કરનાર મિથ્યાદૃષ્ટિ હોય, તે નિશ્ચયનયથી મિથ્યાશ્રુત, જેમકે અભવ્યાત્માઓ સાધિક નવપૂર્વ સુધીનું શ્રુત ભણે તો પણ તે મિથ્યાશ્રુત, કારણ કે ગ્રહણ કરનાર આત્મા એકાન્તાગ્રહી છે. આ પ્રમાણે વીતરાગપરમાત્માની વાણી અને વીતરાગપરમાત્માની વાણીને અનુસરનારા આચાર્યાદિની વાણી એ જ અનેકાન્તવાદથી પરિપૂર્ણ ભરેલ હોવાથી શાસ્ત્ર કે શાસન કહેવાય છે. અથવા મુક્તિનું સાધન હોવાથી શાસ્ત્ર કહેવાય છે. બીજી રચનાને ગ્રન્થ કહેવાય પણ શાસ્ત્ર ન કહેવાય. जीवाजीवादिगुणपर्यायविभजनसर्वाश्रवत्यागकर्त्तुरपि तन्नैश्चयिकश्रद्धाकृतेन सम्यग्दर्शनम् । तेन यथार्थस्वपरविभागविभक्तस्वरूपोपादेयत्व - ( पररूप )
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy