SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩ ૬૫૫ અહંકાર, હું જ વિશિષ્ટ છું. આમ માનવાથી બીજાની મોટાઈ સહી ન શકાય તે મત્સરભાવ, આ ત્રણ દોષો છે. તે ત્રણે દોષો રૂપી જ્વર (તાવ) જેનો ચાલ્યો ગયો છે. જેના જીવનમાં આવા દોષો નથી તે જ મહાત્મા પરમ સુખી છે, સદા સુખી છે. આ પ્રમાણે દ્રોહ, મમતા, મત્સર ઈત્યાદિ મોહના ભાવો રૂપી કષાયોની કલુષિતતા જેના જીવનમાંથી ચાલી ગઈ છે તેવા મુનિમહાત્મા પોતાના આત્મભાવમાં જ રમનારા એટલે કે પોતાના આત્માનું જે આત્મતત્ત્વ, તેના જ જ્ઞાનમાં મગ્ન રહેનારા, અને આત્મતત્ત્વના અનુભવથી રંગાયેલા એવા મુનિ બાહ્ય ઉપાધિઓ કોઈ ન હોવાથી સદા સુખી છે. મોહના વિકારો રહિત છે, તેથી સુખી છે. લોકસંજ્ઞાનો ત્યાગ કરેલ હોવાથી લોકરંજન કરવાનું કે સારા દેખાવાનું કે પ્રશંસા, યશ, માન વગેરેની લાલચ હોવાનું અલ્પમાત્રાએ પણ જેના જીવનમાં નથી. આત્માના શુદ્ધ સ્વરૂપનો પ્રાપ્ત થયેલ જે યોગ છે, તેનો જ નિરંતર ઉપભોગ કરવાના સુખમાં મગ્ન રહેનારા નિર્રન્થ એવા મુનિમહાત્માઓ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારા ઈન્દ્રિયસંબંધી સુખને પણ “બળતા એવા પોતાના ઘરને પ્રકાશ માનવા તુલ્ય છે” આમ સમજીને સુખ માનતા નથી. જેમ પોતાનું ઘર સળગતું હોય ત્યારે તે આગથી ચોતરફ પ્રકાશ પ્રકાશ લાગે પણ તેથી રાજી થવા જેવું કંઈ નથી. કારણ કે પોતાનું ઘર જ સર્વથા નાશ પામી રહ્યું છે. તેમ ઈન્દ્રિયજન્ય સુખથી આ આત્મા વધારે વધારે મોહાન્ધ થતાં શુદ્ધ સ્વરૂપ અને તેનું લક્ષ્ય સર્વથા ભુલાઈ જ જાય છે. તેથી વિભાવદશાની વૃદ્ધિ થતાં સ્વભાવદશાનો સર્વથા નાશ જ થઈ જાય છે તો જે સુખ સ્વભાવદશાનું ઘાતક હોય તેને સુખ જ કેમ કહેવાય ? અને તેવા સુખની ઈચ્છા પણ કેમ કરાય ? આવું સમજીને આ મહાત્માઓ ઈન્દ્રિયજન્ય સુખનો ત્યાગ કરવાપૂર્વક લોકસંજ્ઞાનો ત્યાગ કરે છે. સ્વભાવસુખમાં જ મગ્ન થઈને નિરંતર સુખી રહે છે. આ પ્રમાણે ત્રેવીસમું લોકસંજ્ઞાત્યાગાષ્ટકનું વ્યાખ્યાન સમાપ્ત થયું. IIII ત્રેવીસમું લોકસંજ્ઞાત્યાગાષ્ટક સમાપ્ત Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106(Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy