SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ લોકસંજ્ઞાત્યાગાષ્ટક - ૨૩ જ્ઞાનસાર “અમે સદાચારોનો ત્યાગ કર્યો” એટલે “શરીરે વક્ર બન્યા છીએ” અને રખડીએ છીએ. કમ્મરભાગની પીડાને સહન કરી રહ્યા છીએ. આમ જાણે સૂચવતા હોય-કહેતા હોય એમ લાગે છે. આવી ગ્રંથકારની ઉત્પ્રેક્ષા-કલ્પના છે. ૬૫૨ જો હું ધર્માચરણ નહીં કરું તો લોકો મને શું કહેશે ? એવા પ્રકારના લોકોક્તિના ભયથી ભોગસુખોનો ત્યાગ કરવાવાળા (પણ મનથી ભોગસુખોને અસાર સમજીને ત્યાગ નહીં કરનારા), પરંતુ કાળાન્તરે અધિક ભોગસુખોની અભિલાષાથી અને લોકો રંજિત રહે તે માટે વર્તમાનકાલીન ભોગસુખોનો ત્યાગ કરનારા લોકોમાં “ધીમું ચાલવું, નીચે જોઈને ચાલવું” ઈત્યાદિ બાહ્ય જે સદાચાર દેખાય છે તે મોહપોષક હોવાથી માનાદિના અભિપ્રાયથી કરાય છે માટે તે બાહ્ય સદાચાર આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર તો નથી, પરંતુ માન આદિ મળવાના કારણે વિભાવદશાની વૃદ્ધિ થતાં શુદ્ધ એવા આત્મસ્વરૂપનો ઘાતક તે સદાચાર છે. માટે લોકસંજ્ઞા એ દૂરથી જ ત્યાજ્ય છે. શા आत्मसाक्षिकसद्धर्मसिद्धौ किं लोकयात्रया ? | तत्र प्रसन्नचन्द्रश्च, भरतश्च निदर्शनम् ॥७॥ ગાથાર્થ :- પોતાના આત્માની સાક્ષીએ જ જો ઉત્તમ ધર્મ આચર્યો છે તો પછી લોકયાત્રાથી શું ? (લોકોને રંજિત કરવાથી શું લાભ ?) આ વિષયમાં પ્રસન્નચંદ્રઋષિ અને ભરતમહારાજા દૃષ્ટાન્તસ્વરૂપ છે. IIIા ટીકા :- ‘આત્મતિ' હૈ ઉત્તમ ! આત્મસાક્ષિ:-આત્મા વસાક્ષિ आत्मसाक्षिकः, स चासौ सन् - शोभनः धर्मः, तस्य सिद्धौ निष्पत्तौ लोकयात्रया किं ? न किमपि । लोकानां ज्ञापनेन किमित्यर्थः । तत्र प्रसन्नचन्द्रः । च पुनः, भरत इति निदर्शनं - दृष्टान्तः । सति द्रव्यतः कायोत्सर्गे प्रसन्नचन्द्रस्य नरकगतिबन्धः । असति लिङ्गे मोहकलाकेलिभूतवनिताव्यूहपरिवृतोऽपि भरतः सम्प्राप्तात्मसाक्षिकत्वैकत्वरूपधर्मपरिणतः केवलं प्राप । इति आत्मसाक्षिको धर्मः, धर्मेऽधर्मे तौ दृष्टान्तौ । अतः आत्मसाक्षिक एव धर्मः करणीय इति ॥७॥ વિવેચન :- ઉત્તમ આત્મા ! જો પોતાના આત્માની સાક્ષીએ જ ઉત્તમધર્મ સિદ્ધ થયો હોય, ધર્મ કરવામાં જો પોતાના આત્માની સ્વાભાવિક પ્રસન્નતા હોય, અને ઉત્તમ ધર્મતત્ત્વની સિદ્ધિ થવામાં જો પોતાનો આત્મા જ સાક્ષીભૂત હોય, તો પછી લોકયાત્રાનું શું પ્રયોજન છે ? લોકોને જણાવવાની શી જરૂર છે ? લોકો સારું સારું કહે, લોકો પ્રશંસા કરે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy