SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૮ ભવોગઅષ્ટક- ૨૨ જ્ઞાનસાર पुनरपि अग्निदाहपीडावारणाय पुनः अग्नितापमङ्गीकरोति इति । तत्सत्यं यत्यस्मात्कारणात् भवभीतानां मुनीनामुपसर्गेऽपि भयं न । कर्मक्षपणोद्यतस्य उपसर्गे बहुकर्मक्षपणत्वं मन्वानः साधुः तदुदयं वेदयन् न भयवान् भवति । साध्यकार्यस्य निष्पद्यमानत्वाद् इति ॥७॥ વિવેચન :- આ સંસારમાં વિષનું ઔષધ વિષ હોય છે. જેમકે લીંબડો કડવો જ હોય છે. તેનું ભોજન કોઈ મનુષ્યને ઈષ્ટ નથી. તો પણ જેને સર્પદંશ થયો હોય તેનું વિષ ઉતારવા લીંબડો જ ખવરાવવામાં આવે છે તેથી સર્પના વિષનું મારક લીંબડાનું વિષ છે. તેથી લીંબડો કડવો હોવા છતાં, ન ભાવતો હોવા છતાં પણ જ્યારે સર્પદંશ થયેલ હોય ત્યારે લીંબડાના વિષનું પાન કરવામાં કંઈ ભય હોતો નથી. તે તો સર્પદંશના વિષનું ઔષધ છે. અથવા કોઈક પુરુષ અગ્નિથી બળ્યો હોય તો તેને તે અગ્નિના દાહની પીડા દૂર કરવા માટે ફરીથી અગ્નિનો શેક આપવામાં આવે છે. અર્થાત અગ્નિના તાપમાં જો કે ભય છે. કોઈને ચતો નથી તો પણ અગ્નિદગ્ધ હોય તેને માટે હિતકારી છે તે માટે અગ્નિદગ્ધને અગ્નિનો શેક લેવામાં ઔષધ હોવાથી ભય નથી. આ બધા લોકવ્યવહાર સત્ય છે. તે કારણથી ઉપસર્ગો આવે ત્યારે મરણ થવાનો સંભવ હોવાથી જો કે ભય હોય છે તો પણ ભવથી ભય પામેલા મુનિઓ માટે ઉપસર્ગો એ ઔષધરૂપ હોવાથી ઉપસર્ગોની સામે સ્થિર રહેવામાં ભય હોતો નથી. તેથી મહાત્માઓ અતિશય સ્થિર થાય છે. સામાન્યથી વિષ ખાવામાં મૃત્યુનો ભય, પણ સર્પદગ્ધને લીંબડાનું ભક્ષણ કરવામાં સર્પદંશનું વિષ ચાલ્યું જવાનું હોવાથી ભય નથી, સામાન્યથી અગ્નિનો શેક લેવામાં તાપ સહન ન થવાથી ભય છે તો પણ અગ્નિથી દગ્ધ જીવને અગ્નિના દાહનો તાપ મટાડનાર હોવાથી તે શેક લેવામાં ભય નથી. આ જ પ્રમાણે ઉપસર્ગો આવે ત્યારે મૃત્યુ થવાનો સંભવ હોવાથી ભય છે તો પણ સંસારથી ભયભીત થયેલા જીવોને ઉપસર્ગો એ સંસાર મટાડનાર હોવાથી ઉપસર્ગકાલે ભય નથી. કારણ કે કર્મોનો નાશ કરવા માટે ઉદ્યમશીલ થયેલા પુરુષને ઉપસર્ગો આવે તો પણ તેનાથી કર્મોનો ક્ષય થાય છે તેમ માનતા મુનિમહાત્મા તે ઉપસર્ગના ઉદયને (ઉપસર્ગકાલે પીડાને) અનુભવતા હોવા છતાં પણ સાધ્ય સિદ્ધ થતું હોવાથી ભયભીત થતા નથી. વર્તમાનકાલનું એક ઉદાહરણ લઈએ કે ઓપરેશન કરાવવામાં કે ડ્રેસીંગ કરાવવામાં પીડા થતી હોવાથી ભય હોય છે. તો પણ રોગની પીડાથી ભયભીત થયેલા જીવોને ઓપરેશન કરાવવામાં કે ડ્રેસીંગ કરાવવામાં રોગ મટવારૂપ સાધ્ય સિદ્ધ થતું હોવાથી જરા પણ ભય
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy