SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ ભવોગઅષ્ટક- ૨૨ જ્ઞાનસાર तैलपात्रधरो यद्वद्, राधावेधोद्यतो यथा । क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः ॥६॥ ગાથાર્થ - જેમ તેલનું પાત્ર છે હાથમાં જેને એવો કોઈ પુરુષ અથવા રાધાવેધ સાધવામાં ઉદ્યમશીલ એવો કોઈ પુરુષ સાવધાનીથી કાર્ય કરે છે તે રીતે ભવથી ભય પામેલા મુનિ ક્રિયામાં અનન્ય ચિત્તવાળા રહે છે. llll ટીકા :- “તૈત્નપાત્રધર તિ” યથા તૈત્નપત્રથ: નર-મયમીતઃ અપ્રમત્ત: तिष्ठति । तथा मुनिः स्वगुणघातभयभीतः संसारे अप्रमत्तस्तिष्ठति । यथा केनचिद् राज्ञा कश्चन पुरुषो लक्षणोपेतो वधाय अनुज्ञापितः । तदा सभाजनैः विज्ञप्तः स्वामिन् ? 'रक्षमध्वमपराधम्, मा मारय एनम् । तेन सभ्योक्तेन राज्ञा निवेदितम् । यदा महास्थालं तैलपूर्णं सर्वनगरचतुष्पथे अनेकनाटकवाद्यतूर्याकुले तैलबिन्दुमपतन्तं सर्वतो भ्रामयित्वा आनयति, तदा न मारयामि । यदि च तैलबिन्दुपातः तदास्य तस्मिन्नवसरे प्राणापहारः करणीयः । इत्युक्तोऽपि स पुरुषस्तत्कार्यं स्वीचकार । ___ तथैवानेकजनसङ्कुले मार्गे तैलस्थालं शिरसि धृत्वा सापेक्षयोगः अपतिततैलबिन्दुः समागतः । तद्वन्मुनिः अनेकसुखदुःखव्याकुले भवेऽपि स्वसिद्धयर्थी प्रमादरहितः प्रवर्तते । पुनः दृष्टान्तयति यथा - વિવેચન - ભવથી ભય પામેલા મુનિ સંસાર તરવાના ઉપાયોમાં કેવા અને કેટલા સાવધ થઈને વર્તે છે? તે સમજાવવા માટે સૂત્રકાર આ ગાળામાં બે દષ્ટાન્ત આપીને સમજાવે છે. કોઈ એક સુંદર લક્ષણોથી યુક્ત પુરુષ છે. સુલક્ષણોપેત હોવાથી સજન મનુષ્ય છે. પરંતુ તેના ઉપર કોઈ વ્યક્તિઓ દ્વારા ખોટો આક્ષેપ થવાથી અથવા ખોટી રીતે ગુન્હો લાગુ પડવાથી રાજા વડે ફાંસીની સજા ફરમાવાઈ છે. ત્યારે સભાના લોકો વડે “આ પુરુષને ફાંસીની સજા ન થાય” તે માટે રાજાને વિનંતિ કરાઈ. ત્યારે રાજા વડે આવા પ્રકારનું નિવેદન કરાયું કે આ પુરુષ જો તેલથી ભરપૂર ભરેલો મોટો થાળ માથા ઉપર ધારણ કરીને, આખા નગરના ચાર રસ્તામાં થઈને, નાચનારા મનુષ્યો અનેક પ્રકારનાં નાટક કરતા ૧. અહીં મૂલપાઠમાં ક્ષત્ત્વિ હોવું જોઈએ. ૨. સોત્તેન ને બદલે કોઈ કોઈ પ્રતમાં સત્યોત્તેર પાઠ પણ છે. તેથી “તે પુરુષ વડે સાચી વાત કહેવાય છતે રાજા વડે આવું નિવેદન કરાયું. આવો અર્થ પણ થઈ શકે છે.”
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy