SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ભવોદ્વેગઅષ્ટક – ૨૨ (૧૪) તવવવન્દ્રાપ્રમત્તના નિજસમાયુક્તસર્વાસપૂર્વી પ્રવહળ ચારિત્રયાનપાત્રમ્, तेन चारित्रमहायानपात्रेण सन्तरणोपायं कुर्वन्ति ॥५॥ ૬૩૧ સંસાર સમુદ્ર તરવા માટે તેના ઉપાયભૂત ચારિત્ર (સંયમ-દીક્ષા) રૂપી મોટું વહાણ આ આત્મા સ્વીકારે છે. તે ચારિત્ર રૂપી મોટું વહાણ કેવું છે ? તે ભિન્ન ભિન્ન વિશેષણોથી ટીકાકારશ્રી સમજાવે છે. (૧) જેમ વહાણ તેની ચારે તરફની શોભા વડે મનોહર લાગે છે તેમ આ ચારિત્ર એ આત્મસ્વરૂપનું જ્ઞાન (ભાન) અને આત્મસ્વરૂપની રમણતા, આ બન્નેની એકમેકતા વડે મનોહર લાગે છે. (૨) જેમ વહાણમાં સુકાની મજબૂત હોય તો વહાણ ક્યાંય ટકરાતું નથી તેમ આ ચારિત્રરૂપી વહાણમાં સમ્યગ્દર્શન (અર્થાત્ વીતરાગ પરમાત્મા પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધા) અચળ વિશ્વાસ, તે રૂપી મજબૂત છે સુકાની જેમાં એવું આ વહાણ છે. (૩) જેમ વહાણ પાટીયાંની પરસ્પર મજબૂત ઘટના (રચના) વડે શોભે છે અને જેમાં સમુદ્રનું પાણી પ્રવેશી શકતું નથી તેવી જ રીતે આ ચારિત્ર રૂપી વહાણ ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મ અને અઢાર હજાર શીલાંગરથ રૂપી વિચિત્ર એવાં પાટીયાની મજબૂત એવી રચનાની ગોઠવણી વડે સુશોભિત વહાણ છે. જેમાં પાપકર્મ રૂપી જલ પ્રવેશી શકતું નથી. (૪) જેમ વહાણ ચલાવનાર નિર્યામક બાહોશ હોય તો વહાણ ક્યાંય અથડાતું નથી તેમ આ ચારિત્રરૂપી વહાણ તેને ચલાવનારા સમ્યાન રૂપી નિર્યામકથી યુક્ત છે. વીતરાગપ્રભુ પ્રણીત શાસ્ત્રોનું સુંદર અધ્યયન કરીને તેને અનુસારે ચારિત્ર પાળે છે. તેથી ક્યાંય મોહરાજાના સૈનિકો સાથે અથડાવાપણું બનતું નથી. (૫) જેમ વહાણ કાથીની દોરીના ગાઢ બંધનથી બાંધેલું હોય તો વહાણ ક્યાંય ખોવાઈ જતું નથી. તેમ આ ચારિત્રરૂપી વહાણ ઉત્તમ ચારિત્રવાળા અને અધ્યાત્મયોગી એવા સાધુ-મહાત્માઓના સંસર્ગરૂપી કાથીની દોરીના ગાઢ બંધનથી બાંધેલું છે તેથી ચારિત્ર ક્યારેય ખોવાઈ જતું નથી. ઉત્તમ સાધુઓની સાથે જ વિચરવાથી નિત્ય સ્વાધ્યાય, વૈયાવચ્ચ અને વિનય આદિના સેવન વડે દિન-પ્રતિદિન ચારિત્ર નિર્મળ બને છે પણ મોહમય વિકારો કે વિલાસો દ્વારા ખોવાઈ જતું નથી. (૬) જેમ વહાણમાં નાનાં નાનાં કે મોટાં મોટાં છિદ્રો પડ્યાં હોય તો તે છિદ્રો દ્વારા પાણી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy