SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ ભવોઢેગઅષ્ટક- ૨૨ જ્ઞાનસાર ज्ञानी तस्माद् भवाम्भोधेर्नित्योद्विग्नोऽतिदारुणात् । तस्य संतरणोपायं, सर्वयत्नेन काङ्क्षति ॥५॥ ગાથાર્થ - ગંભીર (ઘણો ઊંડો) છે મધ્યભાગ જેનો એવા આ સંસાર રૂપી સમુદ્રનું તળીયું અજ્ઞાનતા રૂપી વજનું બનેલું છે. જે સમુદ્રમાં દુઃખો રૂપી પર્વતોના સમૂહ વડે વહાણ ચલાવવાના માર્ગો રોકાયેલા છે અને તેથી જ ઘણા દુર્ગમ છે. [૧] જે સંસારસમુદ્રમાં તૃષ્ણા રૂપી મહાન વાયુ વડે ભરેલા ચાર કષાયો રૂપી પાતાલ કળશા ચિત્તના સંકલ્પ-વિકલ્પો રૂપી વેલની વૃદ્ધિ કરે છે. જીરા - તથા જે સંસારસમુદ્રમાં પ્રેમરૂપી ઈન્જનવાળો કામવાસના રૂપી વડવાનલ સદા સળગી રહ્યો છે તથા જે સંસારસમદ્ર ભયંકર રોગ અને શોકાદિ રૂપ અનેક માછલાં અને કાચબાઓથી ભરપૂર ભરેલો છે. all. તથા જે સંસારસમુદ્રમાં દુષ્ટબુદ્ધિ, ઈર્ષાભાવ અને કપટભાવ રૂપી વીજળી, તોફાની પવન અને ગર્જારવ વડે વહાણ ચલાવનારા નાવિકો પણ અકસ્માત સંકટમાં મુકાયા છે. I૪. આવા પ્રકારના અતિશય ભયંકર એવા સંસારરૂપી સમુદ્રથી નિત્ય ઉદ્વેગ પામેલા જ્ઞાની મહાત્મા પુરુષ સર્વ પ્રકારના પ્રયત્નથી તે સંસાર સમુદ્રને તરવાનો ઉપાય માત્ર જ ઈચ્છે છે. પા. ટીકા :- યતિ , પતિનેતિ ૨, પર્વેતિ રૂ, તુવૃદ્ધતિ ૪, જ્ઞાનીતિ श्लोकपञ्चकं व्याख्यायते-ज्ञानी तस्य भवसमुद्रस्य सन्तरणोपायं-पारगमनोपायं सर्वयत्नेन काङ्क्षति-इच्छति इत्यर्थः । तस्य कस्य ? यस्य-गम्भीरं मध्यं यस्य स गम्भीरमध्यस्तस्य अप्राप्तमध्यस्य भवार्णवस्य अज्ञानं-जीवाजीवविवेकरहितं तत्त्वबोधशून्यं मिथ्याज्ञानम्, तदेव वज्रमयं तलं दुर्भेदं, यत्र- भवाम्भोधौ व्यसनशैलौघैः-कष्टपर्वतसमूहैः रुद्धाः पन्थानः-मार्गाः सद्गतिगमनप्रचाराः, दुर्गमा:-गन्तुमशक्या भवन्ति । इत्यनेन अज्ञानतलातिगम्भीरमध्ये संसारपारावारे रोगशोकवियोगादिकष्टपर्वतैः रुद्धमार्गे जन्तोः सुखगमनमशक्यं મતિ શા વિવેચન :- પાંચે શ્લોકોનો પરસ્પર સંબંધ હોવાથી સાથે જ અર્થ સમજાવાય છે. આ પાંચે શ્લોકોમાં સંસારને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે. જેમ સમુદ્ર તરવો દુષ્કર છે
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy