SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ ભવોઢેગઅષ્ટક- ૨૨ જ્ઞાનસાર થાય એવા મિથ્યાત્વ-અસંયમ અને કાષાયિક પરિણામવાળો જે જીવ, તે જ ભવ કહેવાય છે. ઉપર કહેલી નયોની યોજના વિવક્ષાવિશેષથી સમજાવવામાં આવી છે. ભવ અતિશય દુઃખદાયી છે. આ જીવને પરાધીન બનાવીને અનેક પ્રકારે દુઃખ આપે છે. તેથી તેના તરફ ઉગ ઉત્પન્ન થવો જોઈએ, તે ઉગ પ્રગટ થાય તો જ આ જીવ સંસાર છોડીને સાધુ-સંત થાય અને આત્મકલ્યાણ સાધે તે માટે ભવોઢેગાષ્ટક કહેવાય છે. अत्र च भवमग्नानां जीवानां न धर्मेच्छा, इन्द्रियसुखास्वादलीना मत्ता इव निर्विवेकाः भ्रमन्ति । दुःखोद्विग्नाः इतस्ततः दुःखापनोदार्थमनेकोपायचिन्तनव्याकुला भ्रमन्ति शूकरा इव इति । महामोहभवाम्भोधौ मग्नाः किमन्यत् ? सर्वसिद्धिकरं श्रीमद्वीतरागवन्दनादिकं कुर्वन्ति इन्द्रियसुखार्थं, तप-उपवासादिकष्टानुष्ठानमाजन्मकृतं हारयन्ति निदानदोषेण, गणयन्ति मोक्षहेतुरूपं जैनशासनदेवादि सुखहेतुरूपम् । व्यामुह्यन्ति ऐश्वर्यादिषु भवाब्धिमत्स्या इव मिथ्यावासिता जीवाः । तेन भवोद्वेग एव करणीयः । यत्रात्मसूखहानिः, तस्य कोऽभिलाषः सतामिति ? इत्येवोपदिशति - જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ દુઃખોથી ભરેલા અર્થાત્ કોઈથી ન અટકાવી શકાય તેવાં જન્માદિ દુઃખોથી ભરપૂર ભરેલા આ સંસારમાં ઈન્દ્રિયજન્ય અસ્થિર અને પરાધીન એવા અલ્પ સુખમાત્રમાં મગ્ન બનેલા જીવોને વિષયસુખની લોલુપતાથી ધર્મ કરવાની ઈચ્છા થતી નથી. પાંચ ઈન્દ્રિયોના નાશવંત અલ્પસંખના આસ્વાદમાં લીન બનેલા જીવો, દારૂડીયાની જેમ મદોન્મત્ત બન્યા છતા વિવેકશન્ય થઈને સંસારમાં ભટકે છે. અલ્પમાત્રાએ મળતા તે સુખના આસ્વાદમાં લીન બન્યા છતા જ્યારે જ્યારે દુઃખો આવે છે ત્યારે ત્યારે દુઃખોના ભારથી કંટાળેલા તે જીવો દુઃખોને દૂર કરવા માટે મંત્ર-તંત્ર-જડીબુટ્ટી આદિ અનેક ઉપાયોની વિચારણામાં જ આકુળ-વ્યાકુલ થયા છતા ભૂંડની જેમ અહીં તહીં ભટકે છે. મહામોહાધતામય અને અજ્ઞાનતામય એવા આ સંસારરૂપી સમુદ્રમાં ધર્મ વિના સાચા સુખની પ્રાપ્તિનો અને દુઃખનાશનો બીજો શું ઉપાય છે? અર્થાત્ બીજો કોઈ ઉપાય નથી. ધર્મ કરવો એ જ તેનો સાચો ઉપાય છે. મચ્છીમારોએ નાખેલી જાળમાં માંસાદિ પદાર્થો દેખીને લોભાયેલાં સમુદ્રમાં ફરતાં માછલાં જેમ જાળમાં ફસાઈ જાય છે અને દુઃખી-દુઃખી થાય છે, મૃત્યુ પામે છે. તેમ ભવસમુદ્રમાં સાંસારિક અલ્પસુખની મિથ્યા એવી મોહની વાસનાથી વાસિત થયેલા આ સંસારી જીવો ક્યારેક ક્યારેક શ્રી વીતરાગપ્રભુને વંદનાદિ ધર્મકાર્ય કરે છે, પરંતુ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy