SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧ ૬૦૫ કરવાનો વારો આવ્યો, પત્ની અન્ય સ્થાને નોકરી કરે છે. પુત્રનું સર્પદંશથી મૃત્યુ થયું છે. પુત્રના અગ્નિસંસ્કાર માટે રાણી લાકડાં માગે છે. રાજા માલિકનો દ્રોહ ન કરવાના પરિણામથી વિના મૂલ્ય લાકડાં આપતા નથી, આવી દુ:ખી દશા કર્મોદયની વિપરીતતાથી આ જીવની થઈ છે. છેલ્લે પોતે પોતાના સત્યમાં વળગી રહ્યા, ત્યારે દેવની પ્રસન્નતા વરસે છે. આવાં અનેક ઉદાહરણો છે. રા जातिचातुर्यहीनोऽपि, कर्मण्यभ्युदयावहे । क्षणाद् रङ्कोऽपि राजा स्यात्, छत्रच्छन्नदिगन्तरः ॥३॥ ગાથાર્થ:- જાતિ અને ચતુરાઈથી હીન હોય તો પણ જ્યારે પુણ્યકર્મનો ઉદય પ્રગટે છે ત્યારે ક્ષણમાત્રમાં જ રંક હોય તો પણ ઉપર છત્રથી ઢાંકી છે દિશાઓ અને વિદિશાઓ જેણે એવો રાજા થઈ જાય છે. આવા ટીકા :- “નાતિવાતુતિ"-શત્ રોડપિ ક્ષUTIક્ષમાત્રા, યુવાવષે -शुभोदर्के कर्मणि राजा स्यात्-भवेत् । कथम्भूतः रङ्कः ? जाति:-मातृका, चातुर्यदक्षत्वं, ताभ्यां हीन:-रहितः, अपि भूपो भवति । किम्भूतो राजा ? छत्रेण (માતપત્ર ), ઇનં-છવિતમ્, સાક્ષાનાં વિસ્તરે ચેન ન ત મૂવી-મgઇज्ञावान् भवति विपाकपाकेन, तत्र नाश्चर्य, दुर्लभं हि सम्यग्दर्शनज्ञानचारित्रं શુદ્ધાત્મધર્મમ્ રૂા વિવેચન :- પાછલી ગાથામાં પુણ્યના ઉદયવાળો પ્રતાપી રાજ પણ પાપના ઉદયકાલે દુઃખી દુઃખી થાય છે. ભોજન માટેની ભિક્ષા પણ મળતી નથી. આવો કર્મોદય છે આમ સમજાવ્યું છે. આ ગાથામાં તેનાથી ઉલટું સમજાવે છે કે પાપના ઉદયવાળો રંક (નિર્ધન) માણસ પણ જ્યારે પુણ્યનો ઉદય થાય છે ત્યારે છત્રપતિ ચક્રવર્તી છ ખંડની પૃથ્વીનો રાજા પણ થાય છે. આવો કર્મોદયનો પ્રતાપ છે. જાતિ અને ચતુરાઈથી રહિત, ગરીબ, નિર્ધન માણસ પણ પુણ્યોદયથી ચક્રવર્તી રાજા પણ થઈ શકે છે. માતાસંબંધી જે વંશ તેને જતિ કહેવાય છે, મોસાળ પક્ષનો જે વંશ તે જાતિ અને પિતાસંબંધી જે વંશ તે કુલ કહેવાય છે. ચાતુર્ય એટલે ચતુરાઈ-દક્ષતા સમજવી. કોઈ રંક (ગરીબ-નિર્ધન) મનુષ્ય પણ શુભ એવા પુણ્યકર્મનો ઉદય વર્તતે છતે ક્ષણ માત્રમાં જ રાજા થઈ જાય છે. આ રેક પુરુષ ગમે તેવો હોય તો પણ તે રાજા થાય છે. આ વાત સમજાવતાં કહે છે કે જાતિથી અને ચતુરાઈથી હીન હોય તો પણ પુણ્યોદયથી રાજા થાય છે. કોઈ વિશિષ્ઠ જાતિમાં જન્મેલો ન હોય એના ઉપલક્ષણથી ક્ષત્રિયાદિ ઉત્તમ કુલમાં
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy