SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦ જ્ઞાનસાર એક બાહ્યપદાર્થની અપેક્ષાવાળી અને પરપદાર્થોની રચનારૂપ હોવાથી બાહ્યસૃષ્ટિ છે, જ્યારે બીજી સૃષ્ટિ અન્ય બાહ્યપદાર્થોની અપેક્ષારહિત છે. અને પોતાના જ આત્માના ગુણોના વિકાસરૂપ છે. માટે આંતરિક સૃષ્ટિ છે જે સદાકાળ રહેનારી છે પરથી નિરપેક્ષ છે. તેથી તે અધિક છે. llણા रत्नस्त्रिभिः पवित्रा या, स्रोतोभिरिव जाह्नवी । सिद्धयोगस्य साऽप्यर्हत्पदवी न दवीयसी ॥८॥ ગાથાર્થ :- જેમ ત્રણ પ્રવાહના મીલનથી ગંગા નદી પવિત્ર છે. તેમ સમ્યગ્દર્શનાદિ ત્રણ ગુણો વડે પવિત્ર બનેલી એવી અરિહંતપણાની પદવી પણ સિદ્ધયોગી આત્માને ઘણી દૂર નથી. ll૮. ટીકા :- “નૈસ્ત્રિપરિતિ"-સિદ્ધયોયામષ્ઠાવીસધનસિદ્ધચ સાથો, साऽपि अर्हत्पदवी-तीर्थङ्करपदवी ज्ञानाद्यनन्तचतुष्टयात्मकाष्टप्रातिहार्यान्विता जगद्धर्मोपकारिणी न दवीयसी न दूरा इत्यर्थः । किम्भूता पदवी ? त्रिभिः रत्नैः सम्यग्दर्शनज्ञानचारित्रैः पवित्रा पदवी । का इव ? स्रोतोभिः प्रवाहैः जाह्नवी-गङ्गा इव । इति त्रैलोक्याद्भुतपरमार्थदायकत्वाद्यतिशयोपेता अर्हत्पदवी साधकपुरुषस्य यथार्थमार्गोपेतस्य न दवीयसी, आसन्ना एव इति । एवं सर्वमपि औपाधिकमपहाय स्वीयरत्नत्रये साधना विधेया, येन सर्वा ऋद्धयः निष्पद्यन्ते ॥८॥ ॥ इति व्याख्यातं सर्वसमृद्धयष्टकं विंशतितमम् ॥ વિવેચન :- જ્યાં ત્રણ દિશામાંથી આવતો ગંગા નદીના પાણીનો પ્રવાહ સાથે મળતો હોય - જ્યાં એકમેક થતો હોય ત્યાં રહેલી અને પુરજોશમાં વહેતી ગંગા નદી જેમ પવિત્રતાની શોભાને પામે છે, અર્થાત્ ત્રિવેણી સમાગમ સ્થાનમાં વહેતી ગંગા નદી જેમ પવિત્રપણે શોભે છે તેમ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીથી યુક્ત એવા આ મુનિ પણ પવિત્રપણે શોભે છે અર્થાત્ પવિત્રતાની શોભાને પામે છે. સ્વ-પરનું કલ્યાણ કરનારા બને છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્ર એમ આ રત્નત્રયીને ત્રણ રત્ન કહેવાય છે. આ ત્રણ રત્નોથી યુક્ત તથા અષ્ટાંગ યોગની સાધના કરવાથી સિદ્ધ થઈ છે યોગદશા જેને એવા સાધુમહાત્માને, જ્ઞાનાદિ ચાર અનંતચતુષ્ટયથી યુક્ત એવી અને આઠ પ્રતિહાર્યોથી સહિત, તથા જગતના જીવોનો ધર્મ દ્વારા ઉપકાર કરનારી એવી સાડપિ = તે તીર્થંકરપણાની
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy