SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી સર્વસમૃધ્યષ્ટક- ૨૦ ૫૭૫ વેગપૂર્વક ગતિ કરી શકે છે. આ લબ્ધિવાળા કોઈ કાયોત્સર્ગમુદ્રાએ, કોઈ પર્યકાસન મુદ્રાએ, એમ અનેક મુદ્રાએ આકાશમાં ગમનાગમન કરે છે. આ લબ્ધિવાળા મુનિઓ ભૂમિની ઉપર જેમ ચાલે તેમ વાવડી, નદી કે સમુદ્રાદિ ઉપર પણ ચાલી શકે છે ઈત્યાદિ. (૯) આશીવિષલબ્ધિ - આશી એટલે દાઢ, તેમાં વિષ તે આશીવિષ. જેમ સર્પ વિંછી આદિની દાઢમાં વિષ હોય છે તેમ જેની દાઢમાં વિષના જેવી શક્તિ હોય અર્થાત્ શાપ આપવા આદિ વડે બીજાનો નાશ કરી શકે તે આશીવિષલબ્ધિ. (૧૦) કેવલજ્ઞાનલબ્ધિ - જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી સંપૂર્ણ જ્ઞાનશક્તિનો જે આવિર્ભાવ તે કેવલજ્ઞાનલબ્ધિ. (૧૧). :- સંજ્ઞીપંચેન્દ્રિય જીવોએ મનમાં ચિંતવેલા ઘટપટાદિ પદાર્થ સંબંધી વિચારોને અતિશય વિશેષપણે જાણવું તે. (૧૨) :- ચૌદપૂર્વનો અભ્યાસ અથવા ઓછામાં ઓછો દશ પૂર્વનો અભ્યાસ જેનાથી મુનિમહાત્માને હોય તે પૂર્વધરલબ્ધિ. (૧૩) અરિહંતલબ્ધિ - તીર્થંકરપણાની પ્રાપ્તિ થવી તે અરિહંતલબ્ધિ. (૧૪) ચક્રવર્તીલબ્ધિ :- ચક્રવર્તિપણાની પ્રાપ્તિ થવી તે ચક્રવર્તીલબ્ધિ. શિલાલેગાપિક્સપૂર્યવજ્ઞાન (૧૫) બલદેવલબ્ધિ :- બળદેવપણાની પ્રાપ્તિ થવી તે બલદેવલબ્ધિ. (૧૬) - વાસુદેવપણાની પ્રાપ્તિ થવી તે વાસુદેવલબ્ધિ. આ ૧૬માં તીર્થંકરપણું, ચક્રવર્તીપણું અને વાસુદેવપણું એ ઋદ્ધિ કહેવાય છે અને આમષષધિ વગેરે લબ્ધિઓ કહેવાય છે. તે સર્વમાં આમષષધિ આદિ લબ્ધિઓ છે તે લોકોત્તર દ્રવ્યલબ્ધિ કહેવાય છે અને કેવલજ્ઞાનાદિ (કવલદર્શન, ક્ષાયિકચારિત્ર, અનંતવીર્ય ઈત્યાદિ) ક્ષાયિકભાવની જે લબ્ધિઓ છે તે લોકોત્તર ભાવલબ્ધિ કહેવાય છે. આવો વિવેક કરવો. અહીં સમ્ શબ્દનો અર્થ સમ્યપ્રકારે અને ઋદ્ધિનો અર્થ સમૃદ્ધિ કરવો. સર્વ એવી જે સમૃદ્ધિ તે સર્વસમૃદ્ધિ આ પ્રમાણે કર્મધારય સમાસ કરવો. (સાધન) જે ભૌતિક બાહ્ય આલંબનો છે. તેનાથી (મનવજીન) નિરપેક્ષપણે અર્થાત્ કેવળ પોતાના આત્માના જ આલંબને અંદર રહેલી આત્મતત્ત્વની ગુણમય એવી જે સાચી અનંત સંપત્તિ છે તેમાં જ મગ્ન બનેલા મહાપુરુષોએ પોતાનામાં જ રહેલી તે સંપત્તિની સાથે તાદાભ્યપણે અનુભવ કરવો, તે સંપત્તિમાં જ રમવું. આત્મિક સંપત્તિમાં જ લયલીન બનવું.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy