SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક – ૧૭ ૫૨૫ તથા આ મહાત્મા-મુનિ કેવા છે ? જે મહાત્મા પાસે જ્ઞાનગુણનું રાજ્ય અખંડ છે, સતત ધારાવાહી જ્ઞાનગુણના રાજ્યમાં જ એકાગ્ર રહેનારા, વચનક્ષમા, ધર્મક્ષમા, માર્દવતા, આર્જવતા ઈત્યાદિ દશવિધ યતિના ગુણોની જ પરિણતિવાળા તથા શુદ્ધ એવો જે ૨મણીય જ્ઞાનગુણ છે તેમાં જ રમનારા, મોહના ભાવોમાં ન જોડાનારા, દ્રવ્ય (નવવિધ પરિગ્રહાદિ)થી મુક્તિયુક્ત અને ભાવ (કષાય-મિથ્યાત્વાદિ)થી પણ મુક્તિયુક્ત એટલે કે દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના આશ્રવોના હેતુભૂત એવા પરભાવોથી સર્વથા મુક્ત, પરમ-અકિંચનસ્વરૂપી અર્થાત્ અત્યન્ત અકિંચન ધર્મવાળા એવા આ મુનિ-મહાત્માને કોઈપણ તરફથી કોઈપણ પ્રકારનો ભય સંભવતો નથી. જે આત્માએ કોઈ ચોરી કરી નથી, ગુન્હો કર્યો નથી, સરકારી કે લૌકિક કોઈ દોષ સેવ્યો નથી તે આત્મા જેમ નિર્ભયપણે બજારમાં ફરીહરી શકે છે. તેમ આ મુનિ પરપદાર્થોથી દૂર હોવાના કારણે નિર્ભયપણે સર્વત્ર વિચરે છે. જેમ શ્રી કેશિગણધર અને ગૌતમસ્વામીના અધ્યયન પ્રસંગે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે - “આત્મા એકલો છે” શરીરાદિ સર્વ વસ્તુઓ ૫૨૫દાર્થ છે. તેમાંનો કોઈ પદાર્થ આત્માનો નથી, તે પરપદાર્થોના કારણે થતા કષાયો અને કષાયોના કારણે અનર્થના હેતુભૂત એવી ઈન્દ્રિયોને જો આ આત્મા ન જીતે તો તે શત્રુતુલ્ય બને છે. જો તેનો વિજય કરવામાં ન આવે તો આ કષાયો અને ઈન્દ્રિયો આત્માનું ઘણું જ અહિત કરનાર થાય છે. તેથી શાસ્ત્રોક્ત નીતિ-રીતિ મુજબ તે કષાયોને અને ઈન્દ્રિયોને જીતીને હું મુનિપણે વિચરું છું. II૩૮॥ તીવ્ર એવા રાગ અને દ્વેષ વગેરે દોષો તથા કુટુંબના પાત્રો ઉપરનો સ્નેહ આ સર્વે ભયંકર પાશ (જાળતુલ્ય) છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞા પ્રમાણે તે સર્વને છેદીને હું સાધુઓ માટે વિહિત આચારોનું ઉલ્લંઘન કર્યા વિના યથાવિધિ સાધુપણામાં વિચરું છું. ‘‘શોરૂં નસ્થિ મે જો’" હું એકલો આવ્યો છું અને એકલો જ જવાનો છું આવી એકત્વભાવનાને ભાવતા, તથા બાહ્ય-અભ્યન્તર સર્વ પરપદાર્થથી વિશેષે મુકાયેલા ઘર-હાટ વિનાના ભિક્ષુને એટલે કે મુનિને વિપુલ કલ્યાણ (સુખ) હોય છે. ઉપરની ચર્ચાથી સમજાશે કે પરદ્રવ્યનો સંયોગ કદાચ હોય તો પણ યથાર્થ જ્ઞાનવાળા મુનિને કોઈ જાતનો ભય સંભવતો નથી. નિર્ભયપણે પૃથ્વી ઉપર વિચરે છે. આ પ્રમાણે નિર્ભયાષ્ટકનું વર્ણન સમાપ્ત થયું. IIII સત્તરમું નિર્ભયાષ્ટક સમાપ્ત Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106(Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy