SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૭ જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક-૧૭ આ રીતે મુનિનું જ્ઞાન-ધન લુંટાવાનું નથી તેથી પોતાના જ્ઞાન-ધનનું સંરક્ષણ કરવાની અભિલાષાવાળા મુનિએ ભયપૂર્વક ક્યાં રહેવાનું રહે છે? ભયપૂર્વક ક્યાંય રહેવાનું રહેતું નથી. કારણ કે આત્મધન લુંટાવાનું જ નથી. પોતે જ પોતાના જ્ઞાનધનનું સંરક્ષણ કરવાને સમર્થ છે. કેવા પ્રકારના મુનિએ નિર્ભયપણે રહેવાનું હોય છે? તો કહે છે કે શેય એવા સ્વ અને પરપદાર્થના સમૂહને જ્ઞાન દ્વારા જાણતા એવા મુનિને ક્યાંય ભયપૂર્વક વર્તવાનું હોતું નથી. કારણ કે તેનું ધન લુંટાવાનું નથી માટે આ જગતમાં નિર્ભયપણે તે મહાત્મા પુરુષો વિચરી શકે છે. બે-પાંચ-દશ લાખની નોટો લઈને નગરના રાજમાર્ગો ઉપર ચાલવું હોય તો ભય લાગે. પરંતુ ચૌદપૂર્વ જેટલું વિશાળ જ્ઞાન હૃદયમાં ધારણ કરીને રાજમાર્ગો ઉપર નીકળવું હોય તો કોઈ ભય ન હોય; ઉલટું પ્રભાવકતા હોવાના કારણે ઉત્સાહપૂર્વક પ્રસન્ન મુખે નીકળી શકે - ચાલી શકે આવું જ્ઞાનસુખ છે. lall एकं ब्रह्मास्त्रमादाय निघ्नन्मोहचमूं मुनिः । बिभेति नैव सङ्ग्राम-शीर्षस्थ इव नागराट् ॥४॥ ગાથાર્થ - આત્મતત્ત્વના સ્વરૂપના જ્ઞાનરૂપી એક બ્રહ્માસ્ત્ર માત્રને ધારણ કરીને મુનિ મહારાજા મોહરાજાની સેનાને હણતા છતા યુદ્ધના મોખરે રહેલા ગજરાજની જેમ કોઈથી ડરતા નથી. જા. ટીકા - “ બ્રહીસ્કૃમિતિ” મુના-સ્વરૂપરત: પરમવિરતઃ ન વિમેતિ -न भयवान् भवति । किं कुर्वन् ? मोहचमूं निनन्-मोहसैन्यध्वंसं कुर्वन्, किं कृत्वा ? ब्रह्मास्त्रं-बह्मज्ञानमात्मस्वरूपावबोधः, तदेवास्त्र-शस्त्रमादाय-गृहीत्वा । क इव ? सङ्ग्रामस्य शीर्षं, तत्र तिष्ठतीति सङ्ग्रामशीर्षस्थः नागराट-नागराजो गजश्रेष्ठ इव । यथा गजश्रेष्ठः सङ्ग्रामे न बिभेति, तथा मुनिः कर्मपराजये प्रवृत्तो न भयवान् भवति । यो हि स्वरूपासक्तः, तस्य परभावध्वंसनोद्यतस्य भयं न. भयं हि परसंयोगविनाशे (वियोगे) भवति, तद्विनाशश्चास्य क्रियमाण एव, अतो न भयं वाचंयमस्य, शरीरादिसर्वपरभावविरतत्वात् ॥४॥ વિવેચન :- જે મુનિમહારાજા આત્માના શુદ્ધ સ્વરૂપમાં રક્ત છે અને અન્ય એવા પુદ્ગલદ્રવ્યોથી અને અન્ય એવા જીવદ્રવ્યોથી રાગ-દ્વેષ વિનાના બન્યા છે. અર્થાત્ પરભાવથી રહિત થયા છે તે મુનિ મહારાજા ક્યાંય ભય પામતા નથી. સર્વત્ર નિર્ભયપણે પ્રવર્તે છે. આ મુનિ મહારાજા એવું તે શું કાર્ય કરતા છતા વિચરે છે કે જેથી નિર્ભય છે? મોહરાજાની
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy