SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ૫૦૯ નિર્ભયાષ્ટક-૧૭ | | પથ સપ્તશ નિર્માષ્ટભ્રમ્ | | माध्यस्थ्ये स्थिरत्वं निर्भयस्य भवति, भयमोहोदयात् परिणामचापल्यं भवति, अतो भयपरिहारः कार्यः । आत्मा हि शुद्धचिद्रूपोऽविनश्वरः, तेन निर्भय एव । अत्र नामस्थापनानिर्भयौ सुगमौ, द्रव्यनिर्भयः सप्तभयरहितः, भावनिर्भयः कर्मबन्धहेतुविभावपरिणतिरहितः, कर्मबन्धहेतुपरिणामः आत्मसत्तारोधकाभिनवकर्मबन्धकत्वाद महाभयम, तच्च संवरपरिणामपरिणतानां बन्धहेतपरिणामाव्यापकानां ન મવતિ | नैगमेन सर्वद्रव्याणाम्, सङ्ग्रहेण वस्तुसत्तायाम्, वस्तुवृत्त्याऽविनश्वरत्वात्, व्यवहारेण कर्मोदयाव्यापकस्य धीरस्य, ऋजुसूत्रेण निर्ग्रन्थस्य, शब्दनयेन ध्यानस्थस्य, समभिरूढनयेन केवलिनः, एवम्भूतनयेन सिद्धस्य निर्भयत्वम्, अविनश्वरसर्वगुणप्राग्भावात् । अत्र च यथार्थात्मस्वरूपविज्ञातुरौदयिकभावनिर्ममस्य साधने निर्भयता भवति, अतो निर्भयाष्टकं व्याख्यायते । હવે સત્તરમું નિર્ભયાષ્ટક કહેવાય છે. સોળમા મધ્યસ્થતા અષ્ટકમાં કહેલી સ્થિરતા નિર્ભય જીવને જ આવે છે. અર્થાત જે જીવ ભયોથી ભીત (ડરપોક) હોતો નથી, એટલે કે ભય આવે ત્યારે હિંમતપૂર્વક સહનશીલ થઈને ભયની સામે હોડ કરે છે. તેવો નિર્ભય આત્મા જ મધ્યસ્થભાવમાં ટકી શકે છે. રાગ કે દ્વેષમાં અંજાતો નથી. આ કારણથી ભયોનો ત્યાગ કરવા જેવો છે. ભયની સામે પણ નિર્ભય થવા જેવું છે. તેથી હવે નિર્ભયાષ્ટકનું વર્ણન કરાય છે. કારણ કે આ આત્મા શુદ્ધ છે. ચિરૂપ (જ્ઞાનરૂપી છે અને અવિનાશી દ્રવ્ય છે. તેને કોઈ ભય મલિન કરી શકતો નથી કે કોઈ ભય જડાત્મક કરી શકતો નથી કે કોઈ ભય તેનો નાશ કરી શકતો નથી. પછી શા માટે ડરપોક થવું જોઈએ? નિર્ભય જ રહેવું જોઈએ. આમ નિર્ભય થવા માટે સમજાવાય છે. નિર્ભયતા ઉપર ચાર નિક્ષેપ કહે છે. ત્યાં નામ અને સ્થાપના સુગમ છે. કોઈ પુરુષનું નિર્ભય-અભય એવું નામાભિધાન કરવું તે નામનિર્ભય તથા નિર્ભયતાને વરેલા મહામુનિનું ચિત્ર દોરવું-પ્રતિમા બનાવવી તે સ્થાપનાનિર્ભય કહેવાય છે. સ્વ- રાજ્યનો ભય, પર-રાજ્યનો ભય, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિનો ભય, આજીવિકાનો ભય, રોગનો ભય અને મરણનો ભય એમ સાત ભયોને જીતનાર-સાત ભયરહિત જે થાય તે દ્રવ્યનિર્ભય જાણવો.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy