SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬ ૫૦૫ ટીકા :- “વી/મિતિ” સ્વીIH-UTધરવક્તમામ, વયં રા+માત્ર श्रयामः, यच्च अस्मत्परम्परानुगतैः इदमेवाभिमतम्, अस्माकं कल्पमिदं इति रागातुरत्वेन न जिनागमे रागः । वा-अथवा परागम-कापिलादिशास्त्रम् न केवलद्वेषमात्रेण परकीयत्वाद् द्वेषः, तेन न त्यजामः, किन्तु परीक्षया यथार्थवस्तुस्वरूपनिरूपणेन सम्यग्ज्ञानहेतुत्वाद् नित्यानित्याद्यनन्तस्वभावकथनेऽप्यविरोधित्वाद् मध्यस्थया दृशा जिनागमं श्रयामः विपर्यासोपेतवस्तुस्वरूपपरीक्षणाऽक्षमत्वेन त्यजामः । न द्वेषमात्रेण, त्यागयोग्यत्वाद् त्यजामः । उक्तञ्च વિવેચન - ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે અમે ગણધરભગવંતોએ રચેલા જૈન આગમનો જે આશ્રય કર્યો છે. અર્થાત્ “પ્રમાણભૂત” તરીકે અમે અમારા જીવનમાં તે આગમોને જે સ્વીકાર્યા છે તે કંઈ આગમ પ્રત્યેના રાગથી નથી સ્વીકાર્યા, એટલે કે “અમારી પરંપરામાં પૂર્વકાલમાં થયેલા અમારા ધર્મગુરુઓએ “આ જૈન આગમ જ સ્વીકાર્યું હતું તે માટે, અથવા અમારો આવો કુલાચાર છે કે આ જૈનાગમને જ માનવું” ઈત્યાદિ રીતે રાગને પરવશ થઈને અમે જૈન આગમ પ્રત્યે સ્વીકાર કર્યો હોય એમ નથી, ગુરુપરંપરાથી કુલાચારથી કે તેના પ્રત્યેના પ્રેમમાત્રથી અમે જૈન આગમ સ્વીકાર્યું હોય એમ નથી. પરંતુ જિનેશ્વર પરમાત્માના કહેલા અને ગણધરભગવંતોએ રચેલા આ આગમશાસ્ત્રોમાં “યુક્તિયુક્તતા” છે માટે અમે જૈન આગમને સ્વીકાર્યું છે. તથા પરદર્શનનાં આગમશાસ્ત્રો એટલે કે સાંખ્યદર્શનનાં કપિલઋષિકૃત આગમો, બૌદ્ધદર્શનનાં બુદ્ધકૃત આગમો, ન્યાય-વૈશેષિકદર્શનનાં અક્ષપાદ-કણાદ ઋષિકૃત શાસ્ત્રો, ચાર્વાકદર્શનનાં બૃહસ્પતિઋષિકૃત શાસ્ત્રો અને મીમાંસકદર્શનનાં કુમારિલ્લભટ્ટ તથા પ્રભાકરકૃત શાસ્ત્રોનો અમે જે ત્યાગ કર્યો છે. નથી સ્વીકાર્યા, તે કેવલ ષમાત્રથી અથવા પારકાનાં છે માટે આપણે ન સ્વીકારાય આવા ઢેષભાવથી ત્યાગ કર્યો નથી. પરંતુ તે શાસ્ત્રોમાં કહેલા ભાવોમાં યુક્તિયુક્તતા દેખાતી નથી માટે ત્યાગ કર્યો છે. જૈન આગમમાં અને ઈતર આગમમાં ક્યાં યુક્તિસિદ્ધતા છે? અને ક્યાં યુક્તિસિદ્ધતા નથી ? આવી પરીક્ષા કરવા પૂર્વક મધ્યસ્થ દષ્ટિ રાખીને યોગ્યતા જોઈને જ જૈન આગમનો અમે સ્વીકાર કર્યો છે અને પર-આગમનો અમે ત્યાગ કર્યો છે. “જે વસ્તુ આ સંસારમાં જેમ છે તે વસ્તુનું નિરૂપણ બરાબર તેમજ છે” આમ યથાર્થપણે વસ્તુના સ્વરૂપનું નિરૂપણ જૈન આગમમાં જ છે. માટે તે આગમનો અભ્યાસ સમ્યજ્ઞાનનું કારણ બને છે. તેથી યથાર્થવાદ હોવાથી અમે તે આગમનો આશ્રય કર્યો છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy