SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ માધ્યસ્થાષ્ટક- ૧૬ જ્ઞાનસાર ગાથાર્થ ઃ- સંસારમાં રહેનારા સર્વે પણ જીવો પોત-પોતાના કાર્યમાં જ કર્યો છે આવેશ (ગાઢ પરિણામ) જેણે એવા છે તથા પોતપોતાના પૂર્વે બાંધેલા કર્મોના ઉદયવાળા છે. તેથી તેવા જીવો ઉપર જે આત્મા રાગ પણ નથી કરતો અને દ્વેષ પણ નથી કરતો તે આત્મા મધ્યસ્થ કહેવાય છે. ૪ ૫૦૦ ટીકા :- “સ્વસ્વર્મ કૃતિ'-તેષુ ર્માંયેષુ મધ્યસ્થ:-સચિત્ત:, ન રામ ચ पुनः न द्वेषं गच्छति । कथम्भूताः नराः ? स्वस्वकर्मकृतावेशा:- स्वे स्वे कर्मणिआत्मीयात्मीये कर्मणि कृतः आवेशो यैस्ते स्वकीयकर्मवशा इत्यर्थः । सर्वे स्वस्य कर्मणः भोक्तारः इत्यनेन स्वकृतकर्मविपाकोदये शुभे च अशुभे च विपाकप्राप्ते सति समानचेतोवृत्तिः सुरेन्द्रवृन्दवन्दितचरणोऽपि तथा दीनजनैः लुब्धकधीवरैः विडम्ब्यमानोऽपि न रागं च न द्वेषं च गच्छति सः मध्यस्थः समचित्तः उच्यते । उक्तञ्चावश्यकनिर्युक्तौ વિવેચન :- નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત ઈત્યાદિ નયો પોતપોતાના અભિપ્રાય પ્રમાણે કોઈપણ વિવક્ષિત એક વસ્તુ ઉપર ભિન્નભિન્ન વિચારસરણી ધારણ કરે છે તે સર્વે અભિપ્રાયોમાં તથા પૂર્વકાલમાં બાંધેલા શુભઅશુભ કર્મોના ઉદયકાલે આવેલી સુખ-દુઃખાત્મક પરિસ્થિતિમાં જેનું ચિત્ત સમ-સ્વભાવવાળું છે. કોઈપણ નયના અભિપ્રાય તરફ કે કોઈપણ કર્મના ઉદયજન્ય ફળ તરફ જેને રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, સુખાદિ ભાવવાળી પુણ્યોદય-યુક્ત સ્થિતિમાં જેને રાગ નથી તથા દુઃખાદિ ભાવવાળી પાપોદય-યુક્ત સ્થિતિમાં જેને દ્વેષ નથી તે મધ્યસ્થ કહેવાય છે. આ મધ્યસ્થ મહાત્માઓ કેવા હોય છે ? પૂર્વકાલમાં પોત પોતે બાંધેલાં અને હાલ ઉદયમાં આવેલાં કર્મોના કારણે પ્રાપ્ત કરાઈ છે ચડતી-પડતીવાળી સુખી-દુઃખી અવસ્થા જેઓ વડે એવા તે મહાત્માઓ પોતપોતાના કર્મોને ભોગવનારા હોય છે. શુભ કર્મોનો વિપાકોદય હોય કે અશુભ કર્મોનો વિપાકોદય હોય એમ બન્ને પ્રકારના કર્મોદયકાલે સમાન ચિત્તવૃત્તિવાળા આ મહાત્માઓ છે. ક્યારેક ઘણો પુણ્યોદય વિપાકમાં આવે અને દેવ-દેવેન્દ્રોના વૃન્દ વડે ચરણો વંદન કરાતાં હોય તો પણ રાગદશાને પામતા નથી અને ક્યારેક ઘણો પાપોદય વિપાકમાં આવે અને તેનાથી હલકા, તુચ્છ માણસો વડે વિડંબના કરાતા હોય, અથવા શિકારી અને મચ્છીમાર આદિ જેવા ઘાતકી માણસો વડે દુ:ખ પમાડાતા હોય તો પણ દ્વેષભાવને પામતા નથી. સુખદુઃખની પરિસ્થિતિમાં જે સમભાવવાળા રહે છે તે મહાત્માઓ મધ્યસ્થ કહેવાય છે. આવશ્યકનિયુક્તિ નામના ગ્રંથમાં કહ્યું છે કે -
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy