SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬ ૪૯૭ साम्प्रतस्तु घटत्वशब्दवर्तमानसर्वपर्यायग्राही जीवत्वादिनामपर्यायव्यक्तवृत्तिः ઝીવ રૂતિ ! સામ્રત નામનો શબ્દનય “ઘટપણે” જેને કહી શકાય તેવા ઘટ શબ્દથી વાચ્યપણે હાલ વર્તતા ઘટ ઘટ કહે છે અથવા ઘટસંબંધી સર્વ પર્યાયોને ગ્રહણ કરવાવાળો આ નય છે. ઘટનાં કાર્યો જેમાં થાય છે ઘટ-કલશ-કુંભાદિ સમાન લિંગવાચી શબ્દો દ્વારા જેને બોલાવાય છે તે પદાર્થને આ નય ઘટ માને છે. એવી જ રીતે જીવન જીવવું ઈત્યાદિ જીવ નામના પર્યાયમાં વ્યક્તપણે જેની વૃત્તિ છે તેને જીવ કહે છે. જેની જીવનપ્રક્રિયા વર્તે છે, જીવન જીવે છે, જીવન જીવવા સમર્થ છે તેને જીવ કહેવાય છે. આમ આ નય કહે છે. समभिरूढस्तु घटे कुटत्वादिपर्यायासङ्क्रमरूपः यत्पर्यायवृत्तितत्समुदितपर्यायाभिधायिजीवान्यतरपर्यायोऽसङ्क्रमस्वपर्यायवाचको जीवः સમભિરૂઢ નય ઘટ-કુટ-કલશ-કુંભ ઈત્યાદિ પર્યાયવાચી શબ્દોના એવા અર્થ કરે છે કે પરસ્પર સંક્રમ ન થાય. અર્થાત્ પર્યાયવાચી શબ્દોના ભિન્ન ભિન્ન અર્થો કરે છે. એવી જ રીતે જીવ, આત્મા, ચેતન, દેહી ઈત્યાદિ પર્યાયવાચી શબ્દોના પણ અસંક્રમ સ્વરૂપ અર્થ સ્વીકારે છે. એક શબ્દનો અર્થ પર્યાયવાચી બીજા શબ્દમાં જવો ન જોઈએ. આ રીતે જે શબ્દ જે પર્યાયભૂત અર્થનો વાચક હોય તે પર્યાયમાં વર્તનારા જીવને જીવ કહે છે. જીવદ્રવ્યના સર્વે પણ જે પર્યાયવાચી શબ્દો છે તેમાં જીવન જીવવારૂપ પર્યાય જેમાં હોય તે જીવ, જ્ઞાનાદિ ગુણો છે તે આત્મા, ચૈતન્યધર્મયુક્ત છે તે ચેતન અને શરીરધારી છે તે દેહી આમ જીવના કોઈપણ પર્યાયવાચી શબ્દોમાં પરસ્પર સંક્રમ ન થઈ જાય તેવો અર્થ કરીને પોતાની પ્રતિનિયત ક્રિયાવાળા પર્યાયનો વાચક જીવ છે આમ આ નય માને છે. સારાંશ કે પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિ પ્રમાણે અલગ અલગ અર્થ કરે છે. કોઈપણ એક પદાર્થ માટે વપરાતા એકાર્થક શબ્દોનો આ નય એક અર્થ સ્વીકારતો નથી, ભિન્ન ભિન્ન અર્થ કરે છે. एवम्भूतस्तु ज्ञानदर्शनसम्पूर्णपर्यायप्रवृत्तिवर्ती जीवः इत्यभिधायकः-उक्तं च तत्त्वार्थवृत्तौ - એવંભૂત નામનો નય જલાધારાદિ અર્થક્રિયા કરતા ઘટને જ ઘટ કહે છે. જે ઘટ ઘટની અર્થક્રિયા કરતો નથી તેને એટલે કે ચેષ્ટાશૂન્યને ઘટ કેમ કહેવાય? અને જો ચેષ્ટાશૂન્યને પણ ઘટ કહીએ તો પછી ગમે તે પદાર્થને પણ ઘટ કેમ ન કહેવાય ? સર્વને પણ ઘટા
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy