SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ માધ્યચ્યાણક- ૧૬ જ્ઞાનસાર પોતાના પારમાર્થિક અનુભવથી સમજી શકાય છે, તેવા પ્રકારના વાચ્ય પદાર્થોને ભિન્ન ભિન્ન રીતે જાણવાના અને સમજવાના ઉપાયાત્મક વિચારવિશેષ સ્વરૂપ વિજ્ઞાનના ભેદો છે. કોઈપણ એકવસ્તુને ભિન્ન ભિન્ન વિવક્ષાથી જાણીએ તો એક વસ્તુ પણ અનેક સ્વરૂપાત્મક સમજાય છે. જેમકે “અમદાવાદ શહેર છે” તે કઈ દિશામાં આવ્યું છે? આવો કોઈ પ્રશ્ન કરે તો સુરતની અપેક્ષાએ ઉત્તરમાં, પાલનપુરની અપેક્ષાએ દક્ષિણમાં, રાજકોટની અપેક્ષાએ પૂર્વમાં અને કલકત્તાની અપેક્ષાએ પશ્ચિમમાં છે. આમ અનેક ઉત્તર મળશે અને તે સર્વે ઉત્તર સાચા હોઈ શકે છે. આ રીતે કોઈપણ એક વસ્તુ, જે અનેક ધર્માત્મક છે તેને અનેક પ્રકારના જ્ઞાન વડે - ભિન્ન ભિન્ન વિવક્ષાએ વિચારતાં જે અનેક પ્રકારે નિરૂપણ કરાય છે. તે નય છે. કોઈપણ એક જ વસ્તુના વિષયવાળા જ્ઞાનવિશેષ છે. ભિન્ન ભિન્ન અભિપ્રાયો છે. જુદી જુદી વિવેક્ષાથી વિચારાયેલ શેયના ધર્મોને જણાવનારા જ્ઞાનના પ્રકારો છે. તે ઉદાહરણ સાથે આ પ્રમાણે છે. "घटः" इत्युक्ते नैगमः लोकप्रसिद्धकुम्भकारचेष्टानिवृत्तः पृथुबुध्नोदराकारः जलघृतक्षीरादीनामाहरणे देशान्तरसञ्चरणे समर्थः पाकजादिक्रियानिष्पन्नः द्रव्यविशेषः, कनकोपलजादिसमग्रसामान्यविशेषव्यक्तिभेदग्राहकः सङ्कल्पयोग्यतत्सत्तादिदेशग्राहकવિજ્ઞાનવિશેષેપ ટ: (ત્તિ ચિત્તે) I एवं जीवोऽपि लोकप्रसिद्धचेतनायोगव्यापारः चेष्टानिवृत्तः शरीराकारासङ्ख्येयप्रदेशानेकसंस्थानरूपः आहारविहारक्रियासमर्थः नरनारकामरादिरूपः अंशतः ज्ञशरीराद्यपर्याप्तादिसमग्रतः पर्यायादिद्रव्यविशेषो जीवः । ઘટ” આવો શબ્દ બોલાયે છતે નૈગમનય આવા પ્રકારના પદાર્થને ઘટ કહેવાય એમ સમજે છે કે (૧) જે પદાર્થ સામાન્યથી લોકમાં પ્રસિદ્ધ એવા કુંભકારની ઘટ બનાવવાની ચેષ્ટાથી (ક્રિયાવિશેષથી) બનેલો હોય, (૨) ઉદરભાગથી નીચેના ભાગમાં પહોળો પહોળો અને ઉદરના ભાગથી ઉપર સાંકડો સાંકડો છે આકાર જેનો એવો પદાર્થ, (૩) પાણી, ઘી અને દૂધ જેવી અનેક વસ્તુઓ ભરવા માટેના આધારકાર્યમાં સમર્થ, (૪) પાણી, ઘી, દૂધ વગેરે વસ્તુઓ ભરીને એક દેશથી બીજા દેશમાં લઈ જવામાં સમર્થ, (૫) અગ્નિના ભટ્ટામાં પકવવાથી પાકજાદિ ક્રિયાથી (પાકો) બનેલો, આવા પ્રકારનો જે પદાર્થવિશેષ તે ઘટ કહેવાય છે. તથા સુવર્ણનો બનેલો, પત્થરનો બનેલો, આદિ શબ્દથી માટીનો અને રૂપાનો બનેલો, આમ સમગ્ર એવા સામાન્ય ધર્મથી અને વિશેષ ધર્મથી વ્યક્તિગત અનેક ભેદવાળો અર્થાત
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy