SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬ ४७७ શૂદ્ર એમ ચાર પ્રકારના વર્ણની વ્યવસ્થા, બાલાશ્રમ, યુવાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ ચાર પ્રકારના આશ્રમની વ્યવસ્થા તથા સર્વ માટે વ્યવસ્થિતપણે યમનિયમની વ્યવસ્થા, ભોગ્ય અને અભોગ્યની વ્યવસ્થા અને ભક્ષ્યાભઠ્યપૂર્વકની ભોજનાદિની વ્યવસ્થા અનાદિકાળથી રચાયેલી છે. ઘટ સંબંધી સર્વ કાર્ય “માટી લાવે, માટીને ઓગાળે, માટીને મસળે, શિવક, સ્થાસક આદિ કરે” એમ કુંભારની આ સર્વ પ્રવૃત્તિમાં તે ઘટ કરે છે આવો જ વ્યવહાર થાય છે અને પગાર આદિ પણ ત્યારથી થતા ઘટસંબંધી સર્વ કાર્ય ગણીને અપાય છે. એ રીતે અપાતા પગાર આદિ સફળ મનાય છે. માટે ઘટસંબંધી સર્વે પણ પ્રક્રિયાને ઘટરૂપે સામાન્ય પણ ગણવી જોઈએ અને પટાદિથી વ્યતિરેકપણે વિશેષ પણ ગણવી જોઈએ. અન્તિમસામાન્ય કે અન્તિમવિશેષ વાળી વસ્તુ જ નથી. કારણ કે જે વ્યવહારનો વિષય ન હોય અર્થાત્ અવ્યવહાર્ય હોય તે વસ્તુ અવ્યવહાર્ય હોવાથી જ આકાશ-પુષ્પાદિની જેમ અવસ્તુ છે. આમ વ્યવહારનય કહે છે. આ પ્રમાણે વ્યવહારનય સમજાવ્યો. ऋजु-सममकुटिलं सूत्रयति, ऋजु वा श्रुतमागमोऽस्येति सूत्रपातनबद्धः ऋजुसूत्रः । यस्मादतीतानागतवस्तुपरित्यागेन वर्तमानपदवीमनुधावत्यतः साम्प्रतकालावरुद्धपदार्थत्वाद् ऋजुसूत्रः । एष च भावविषयप्रकारातीतानागतवस्तुपरित्यागे विषयवचनपरिच्छेदे प्रवृत्तः सर्वविकल्पातीतातिसम्प्रमुग्धसङ्ग्रहाग्रहाविशिष्टत्वाद् व्यवहारस्यायथार्थतां मन्यमानः अचरणपुरुषगरुडवेगव्यपदेशवद् वर्तमानक्षणसमवस्थितिपरमार्थं व्यवस्थापयति । अतीतानागताभ्युपगमस्तु खरविषाणास्तित्वाभ्युपगमान्न भिद्यते । दग्धमृतापध्वस्तविषयश्च अनाश्वासः न कस्यचिदपि स्यात् । अघटादिलक्षणमृदाद्यनर्थान्तरत्वाच्च घटादिकालेऽपि घटादि नैव स्यात् । ઋજુ એટલે સરળપણે વસ્તુને જે સમજાવે, અકુટિલપણે (સરળરૂપે) વસ્તુતત્ત્વને જે ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય અથવા જે વસ્તુ વર્તમાનકાલે જેવી હોય તે વસ્તુને તે સ્વરૂપે સમજે અને તે રૂપે સમજાવે તે ઋજુસૂત્રનય કહેવાય છે. અથવા ઋજુ = સરળ એવું શ્રત એટલે અભ્યાસ છે જેનો, જેનો અભ્યાસ-અધ્યયન સરળ છે. જે જે સૂત્રમાં જે જે વસ્તુ જેમ કહેલી હોય તેને તેમ જ સ્વીકારવામાં બંધાયેલો એવો અભિપ્રાય તે ઋજુસૂત્રમય જાણવો. જે કારણથી આ નય અતીતકાલ અને અનાગતકાલનું વસ્તુસ્વરૂપ ત્યજીને વર્તમાનકાલીન વસ્તુસ્વરૂપને અનુસરે છે. આ કારણથી આ નય વર્તમાનકાલીન સ્વરૂપવાળા પદાર્થને સ્વીકારનાર હોવાથી ઋજુસૂત્રનય કહેવાય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy