SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી માધ્યસ્થાષ્ટક-૧૬ અવલોકન કરનારા એવા મહાત્મા પુરુષોના ગુણોને વિષે જે પક્ષપાત (અહોભાવ) હર્ષવિશેષ તે પ્રમોદભાવના કહેલી છે. ૧૧૯૫ ૪૬૩ દીન (લાચાર પરિસ્થિતિવાળા), દુઃખી, ભયભીત થયેલા અને જીવનની યાચના કરનારા એવા વિકટ પરિસ્થિતિવાળા જીવો ઉપર ઉપકાર કરવાની ભાવનાવાળી જે બુદ્ધિ તે કરુણા કહેવાય છે. ૧૨૦ા નિઃશંકપણે ક્રૂરકર્મ કરનારા, દેવ-ગુરુ આદિની નિન્દા કરનારા અને પોતાની જ પ્રશંસા કરનારા એવા જીવોને વિષે જે ઉપેક્ષાબુદ્ધિ કરવી તે માધ્યસ્થ્ય કહેવાય છે. ૧૨૧ આ ચારે ભાવનાઓ ધર્મધ્યાનસ્વરૂપ છે. રાગ-દ્વેષાત્મક ક્લિષ્ટ પરિણામોથી દૂર રાખનારી, ગુણોને વિષે પક્ષપાત કરાવનારી, પરોપકારની બુદ્ધિવાળી અને તટસ્થ રાખનારી આ ઉત્તમ ભાવનાઓ છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ ૭/૬ માં કહ્યું છે કે મૈત્રીપ્રમોાયછે માધ્યસ્થાનિ સત્ત્વશુળધિવિત્તશ્યમાનાવિનેયેષુ । પ્રાણીઓ ઉપર મૈત્રી, ગુણાધિક પુરુષો ઉપર પ્રમોદભાવ, દુ:ખી અને પીડાતા જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યસ્થતા, વ્રતોની સ્થિરતા માટે આવી ભાવનાઓ જીવનો ઉપકાર કરવાવાળી છે. માટે જીવનમાં આવી ભાવનાઓ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં છેલ્લી ચોથી ભાવના માધ્યસ્થ ભાવના છે. કોઈ જીવ પાપી હોય, અવિનીત હોય, ક્રુર કર્મવાળો હોય તો પણ તેવા જીવ ઉપર અંતરથી દ્વેષ ન કરવો. કારણ કે “સત્રે નીવા મ્ભવસ'' સર્વે જીવો કર્મોને આધીન છે. પાપી જીવો પણ પાપકર્મોના ઉદયથી આવા બનેલા છે એમ વિચારી મધ્યસ્થ રહેવું, પણ દ્વેષ ન કરવો. इति भावनालक्षणं योगशास्त्रोक्तं व्यवहारनयेन । निश्चयनयेन सर्वजीवपुद्गलेषु शुभाशुभपरिणतेषु अरक्तद्विष्टतारूपा परिणतिः मध्यस्था, सा नामादिभेदतः चतुर्द्धा । तत्र द्रव्यमध्यस्था अनुपयुक्तस्य साध्यसाधनशून्यस्य, भावमध्यस्था मुनेः मध्यस्थपरिणतिः आद्यनयचतुष्टये द्रव्यमध्यस्था, अन्त्यनयत्रये भावमध्यस्था, सा साधकस्य साधनकाले साधनारूपा, वीतरागस्य च सर्वान्यजीवपुद्गलसमूहेषु न रागः न द्वेषः एषा सिद्धरूपा उत्सर्गैवम्भूतरूपा मध्यस्था । साऽत्र प्र - આ પ્રમાણે ભાવનાઓનું આ લક્ષણ યોગના ગ્રંથોમાં જે કહ્યું છે તે વ્યવહારનયથી જાણવું. કારણ કે તે પર પ્રત્યયિક લક્ષણ છે. યોગના શાસ્ત્રોમાં વ્યવહારનયને આશ્રયી ભાવનાઓનાં લક્ષણો બતાવ્યાં છે, પરંતુ નિશ્ચયનયથી ભાવનાઓના લક્ષણોમાં આત્મપ્રત્યયિક પરિણામની પ્રધાનતા છે. તેમાં પણ જો “માધ્યસ્થ”નું લક્ષણ વિચારીએ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy