SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર अत्रावसरायातमुच्यते, कारकता तु आत्मपरिणतिकर्तृत्वरूपात्मशक्तिपरिणामः। स च सदैव निरावरणोऽपि बन्धकार्यकर्तत्वेन कर्मरूपस्य कर्ता एव सम्यग्ज्ञानोपयोगगृहीतस्वरूपलाभाभिलाषी स्वगुणप्राग्भावरूपस्वसाधनकार्यकर्ता स एव निष्पन्नपूर्णानन्दसिद्धत्वे स्वरूपगुणपरिणमनज्ञायकतादिमूलकार्यकर्ता इति ज्ञेयम् ॥७॥ છ કારકનું સ્વરૂપ બહુ જ વિસ્તારથી સમજાવીને હવે અવસરને ઉચિત જે સમજાવવા જેવું છે તે સમજાવે છે. આત્મતત્ત્વમાં જ પરિણામ પામવા સ્વરૂપ કર્તુત્વરૂપ જે આત્મશક્તિનો પરિણામ છે તે સ્વસ્વરૂપની કારકતા છે. તે જ કારકતા વાસ્તવિકપણે આ આત્મામાં છે. તે આ કર્તુત્વરૂપ આત્મશક્તિનો પરિણામ સદાકાલ નિરાવરણ જ રહે છે. તો પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદાદિના કારણે તે જ આત્મશક્તિનો પરિણામ બંધાત્મકકાર્યના કર્તાપણે પરિણામ પામ્યો છતો આ જીવ કર્મરૂપકાર્યનો કર્તા બની જાય છે. તેમાંથી સત્સંગ, સ્વાધ્યાય અને સદ્ગુરુના યોગરૂપ બાહ્ય કારણો મળવાથી અને તથાભવ્યતાના પરિપાક રૂપ અત્યંતર કારણ પ્રાપ્ત થવાથી સમ્યજ્ઞાનના ઉપયોગપૂર્વક બુદ્ધિમાં ગૃહીત થયેલા એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિને મેળવવાનો અત્યન્ત અભિલાષી થયેલો એવો આ જીવ પોતાના ગુણોને પ્રગટ કરવા રૂપ આત્મતત્ત્વની સાધનાના કાર્યનો કર્તા બને છે. સાધના કરતાં કરતાં કાળાન્તરે આ જ આત્મા પૂર્ણાનન્દવાળું સિદ્ધપણું પ્રાપ્ત કરે છે એટલે કે કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રાપ્ત કરીને સર્વકર્મ ખપાવીને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી સ્વરૂપાત્મક ગુણોના પરિણમનનો તથા સૈકાલિક સર્વભાવોની જ્ઞાયકતા, સ્વગુણોની ભોક્નતા, સ્વપર્યાયોની રમણતા, અવ્યાબાધ અનંત સુખોની ભોજ્જતા વગેરે મૂલભૂત શુદ્ધસ્વરૂપાત્મક કાર્યનો કર્તા બને છે. I. संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्बणं कर्म-शत्रुच्छेदक्षमं भवेत् ॥८॥ ગાથાર્થ :- વિવેકરૂપી શાણ (શરાણ) વડે ઉત્તેજિત કરાયેલું અને ધીરજરૂપી ધારા દ્વારા પ્રબળ બનેલું એવું મુનિમહારાજનું સંયમરૂપી શસ્ત્ર કર્મશત્રુઓનો છેદ કરવામાં સમર્થ બને છે. IIટા ટીકા :- “સંયમન્નતિ"-સંયમ:-પરમાવનિવૃત્તિરૂપ: તવ અન્ન વિવેન -स्वपरविवेचनेन शाणेन उत्तेजितं-उत्कृष्टतेजस्तां नीतम्, धृतिः-सन्तोषः, तद्पा
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy