SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર ક્ષમાપડ્યિો વાડપાવાન, ઘટાપાયથાત્ = અથવા ચક્ર અને ભટ્ટી પણ અપાદાન કહેવાય છે. કારણ કે ચક્ર ઉપરથી અથવા ભટ્ટીમાંથી ઘટ બહાર કઢાય છે છતાં ચક્ર અને ભટ્ટી ધ્રુવ છે. આ રીતે વિચારતાં જે વસ્તુ વિખુટી પડતી હોય તે વસ્તુ જ્યાંથી વિખુટી પડે છે તે મૂળભૂત ધુવવસ્તુને અપાદાનકારક કહેવાય છે. પૃથ્વીમાંથી પિંડનો અપાય, પિંડમાંથી શર્કરાદિનો અપાય અને ચક્રાદિમાંથી ઘટનો અપાય થાય છે, આ પ્રમાણે પૃથ્વીનું, પિંડનું અને ચક્રાદિનું અપાદાનકારણ નામનું કારક બને છે. આ અપાદાનકારક સમજાવ્યું. ૨૧૧૭ll वसुहागासं चक्कं, सरूवमिच्चाइसंनिहाणं जं । कुंभस्स तंपि कारणमभावओ तस्स जदसिद्धी ॥२११८॥ ગાથાર્થ - પૃથ્વી, આકાશ, ચક્ર અને સ્વરૂપ ઈત્યાદિ જે કોઈ કુંભનાં સનિધાન રૂપે એટલે કે આધાર રૂપે કારણ બને છે તે તે કુંભનાં આધારાત્મક કારણ છે. તે આધારનો જો અભાવ હોય તો ઘટકાર્યની સિદ્ધિ થાય નહીં. ર૧૧૮ घटस्य चक्रं सन्निधानमाधारः, तस्यापि वसुधा, तस्या अप्याकाशम्, अस्य पुनः स्वप्रतिष्ठत्वात् स्वरूपमाधारः । इत्येवमादि यत्किमपि आनन्तर्येण परम्परया वा सन्निधानमाधारो घटस्य विवक्ष्यते तत्सर्वमपि तस्य कारणम् । तदभावे तस्य घटस्य यद्-यस्मादसिद्धिः । एवमात्मनोऽपि यथा आत्मा कर्ता, स्वगुणानां कर्ता, स्वस्वज्ञप्तिदृष्टिरमणानुभवलक्षणानां प्रवृत्तिः कार्यम्, ते एव गुणाः सत्तास्था निरावरणाः करणरूपाः तेषामेवोत्पादपरिणतिपर्यायाभिनवाविर्भावलक्षणं सम्प्रदानम्, तेषामेव पर्यायाणां ज्ञानादीनां पूर्वपर्यायव्ययलक्षणमपादानम्, आत्मनः असङ्ख्येयप्रदेशरूपस्वक्षेत्रत्वं समस्तगुणपर्यायाणामाधारः । इति स्वस्वरूपषट्कारकाणां सर्वकार्यनिष्पत्तिः । परिणतानां ज्ञानं सद्विवेकः, तद्विवेकतां सर्ववैषम्याभावः इति શ્નાર્થઃ | સનિધાન એટલે આધાર, ઘટનો આધાર ચક્ર છે. તે ચક્રનો પણ આધાર પૃથ્વી છે. તે પૃથ્વીનો પણ આધાર આકાશ છે. આ આકાશ પોતે સ્વયં પ્રતિષ્ઠિત હોવાથી પોતાનું સ્વરૂપ એ જ આ આકાશનો આધાર છે. આ રીતે જે કોઈ પણ અનંતરપણે અથવા પરંપરાએ પણ ઘટનું સન્નિધાન (આધાર) બનતું હોય અથવા ઘટના આધાર તરીકે વિવક્ષા કરાય તે સર્વે પણ વસ્તુઓ ઘટનું આધારરૂપે કારણ બને છે. કારણ કે આધારરૂપે જો તે ચક્ર-પૃથ્વી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy