SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પૂર્ણાષ્ટક - ૧ જ્ઞાનસાર ઉપાધિજન્ય છે. આત્માની પોતાની આ પૂર્ણતા નથી. વિનાશી પદાર્થોનો યોગ હોવાથી આ પૂર્ણતા ગમે ત્યારે વિનાશ પામનારી છે, દુઃખ આપનારી છે. તેને મેળવવામાં, સાચવવામાં અને વિયોગકાલમાં દુઃખ જ આપનારી છે તેથી ઉપેક્ષાયોગ્ય જ છે. અનંગીકાર કરવા યોગ્ય જ છે. સ્વીકાર કરવા યોગ્ય નથી. તેમાં રાચવા-માચવા જેવું કંઈ જ નથી. તેનો આનંદ માણવા જેવો નથી. અથવા આવા પ્રકારની ઉપાધિરૂપ પૂર્ણતા ઉપેક્ષા કરવા યોગ્ય જ છે. એટલે કે ન સ્વીકારવા યોગ્ય જ છે. કારણ કે ખરેખર તો આ પૂર્ણતા જ નથી, પરંતુ પૂર્ણતાપણાનો તેમાં માત્ર આરોપ જ કરાય છે. જેમ પત્થરની ગાય તે વાસ્તવિક ગાય નથી, તેથી દૂધ આપતી નથી. માત્ર આકાર જ ગાયનો હોવાથી ગાય તરીકે આરોપિત કરાય છે. તેમ ધનાદિ પરદ્રવ્યજન્ય પૂર્ણતા એ આત્માનું સહજસ્વરૂપ ન હોવાથી અને અંતે તે પૂર્ણતા નાશવંત હોવાથી ઉપચરિત પૂર્ણતા છે, સ્વાભાવિક અને સહજ એવી તે પૂર્ણતા નથી, સુખદાયી નથી, દુઃખદાયી જ છે. तथाहि - घटः जलेनापूर्णः बहिः स्निग्धजमलेन पूर्णः केनचिदुच्यते मलपूर्णोऽयं घटः, एषा मलजा (या) पूर्णता, सा किं पूर्णकुम्भत्वावस्थां लभते ? नैवेति । एवमात्मानन्तज्ञानानन्दादिस्वरूपापूर्णस्य कर्मोपाधिजा पूर्णता, सा किं तत्त्वभोगपूर्णैः पूर्णत्वेनाङ्गीक्रियते ? नैवेति, एवं ज्ञात्वा उपेक्षा एव જેમકે - પાણીથી ન ભરેલો એક ઘટ છે. તેની અંદર પાણી ન ભરેલું હોવાથી અંદરથી તે ખાલી છે. પણ બહારથી ચીકણા-ચીકણા કાદવ વડે ચારે બાજુ લપેટાયેલો છે. ઘટની બહારના ભાગમાં સર્વત્ર કાદવ-મેલ લાગેલો છે. આવા ઘટને જોઈને કોઈક પુરુષ વડે કહેવાયું કે “કાદવ-કીચડાદિ મલથી ભરેલો આ ઘટ છે” આવા પ્રકારની આ ગંદા-મેલા પદાર્થસંબંધી ઘટમાં જે પૂર્ણતા છે તે શું “પૂર્ણકુંભવ”ની અવસ્થાને પામે ખરી? અર્થાત્ ન જ પામે. નવા ઘરના કે નવી દુકાનના વાસ્તામાં તથા શાન્તિસ્નાત્રાદિ મહોત્સવમાં શુકન સ્વરૂપેમાંગલિકસ્વરૂપે જે પૂર્ણકુંભ મુકવામાં આવે છે. ત્યાં શું જલથી અપૂર્ણ અને કાદવથી પૂર્ણ ઘટ મુકાય ? અર્થાત્ ન મુકાય, પરંતુ જેમ જલથી ભરેલો ઘટ “પૂર્ણઘટ” તરીકે મુકાય છે, શોભા પામે છે. મુકનારા જીવો પણ જલપૂર્ણ કુંભ મુકીને અમે મંગલકાર્ય કર્યું એવો આનંદઆનંદ માને છે. તેની સામે મંત્રોચ્ચારાદિ કરી નવસ્મરણાદિ ગણી કુંભસ્થાપના કરી એવો હર્ષ ધારણ કરે છે. તેમ જલથી ખાલી અને બહાર કાદવ-મલથી ભરેલો ઘટ પૂર્ણકુંભપણાની
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy