SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ વિવેકાષ્ટક - ૧૫ જ્ઞાનસાર તે સર્વે જીવો બહિરાત્મા કહેવાય છે. આ જીવો મિથ્યાદેષ્ટિ કહેવાય છે. કારણ કે જે પોતાનું નથી તેને પોતાનું માને છે. આમ વિપરીત બુદ્ધિ છે. (૧) આ જીવની ભલે સકર્મ (કર્મવાળી) અવસ્થા હોય તો પણ શરીરની અંદર જ રહેલા પણ શરીરથી ભિન્ન એવા આત્મામાં જ આત્મત્વબુદ્ધિ-મારાપણાની બુદ્ધિ જેને જેને છે તે સર્વે જીવો અન્તરાત્મા કહેવાય છે. આ આત્મા જ્ઞાન-દર્શન ગુણોના ઉપયોગ લક્ષણવાળો છે (શરીરાદિ પદાર્થો આવા ઉપયોગ લક્ષણવાળા નથી). આ આત્મા શુદ્ધ ચૈતન્ય લક્ષણવાળો છે. પોતાના ગુણોના અનુભવ રૂપ મહા-આનંદના સ્વરૂપવાળો છે. આ આત્મા નિર્વિકારી છે, અ-મરણ-ધર્મા છે, અવ્યાબાધ છે, અનંત સુખવાળો છે, સર્વથા પરભાવથી મુક્ત છે. શરીરાદિ પુદ્ગલ દ્રવ્યો આવા પ્રકારનાં નથી. તેથી આ આત્મા શરીરાદિથી ભિન્ન પદાર્થ છે. તે આત્મા એ જ હું છું. આમ ઉપરોક્ત વિશેષણોવાળા આત્માને વિષે મારાપણાની બુદ્ધિ જેને જેને છે તે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી પ્રારંભીને યાવત્ ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીના જે જીવો છે તે સઘળા પણ જીવો અન્તરાત્મા કહેવાય છે. (૨) જે આત્માઓ કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગવાળા છે, અત્યન્ત શુદ્ધ તરીકે જે સિદ્ધ થયા છે. અર્થાત્ સંપૂર્ણ શુદ્ધ બન્યા છે તે સયોગીકેવલી, અયોગ કેવલી અને સિદ્ધ ભગવંતો “પરમાત્મા” કહેવાય છે. ઘાતી કર્મોનો ક્ષય થવાથી જે અતિશય નિર્મળ થયા છે તે પરમાત્મા જાણવા. ૩. સારાંશ કે બાધક-અવસ્થાવાળા તે બહિરાત્મા, સાધક-અવસ્થાવાળા તે અત્તરાત્મા અને સિદ્ધાવસ્થાવાળા તે પરમાત્મા કહેવાય છે. सर्वत्र परमात्मत्वसत्ता समाना, अतो भेदज्ञानेन सर्वं साध्यमिति । देहात्मादेहः-शरीरम्, आत्मा-जीवः, आदिशब्दात् मनोवाक्कायादिषु आत्माऽयमित्यविवेकः सर्वदा-सर्वकालं सुलभः सुप्राप्यः भवे-संसारे । तद्भेदविवेकः-तयोः शरीरात्मनोः भेदविवेकः-भिन्नताविवेचनरूपः भवकोट्यापि अतिदुर्लभः-दुष्प्रापः, अनादिकालैकत्वगृहीतपरभावात्मनोः स्वस्वलक्षणभेदेन भेदज्ञानमतिदुर्लभम् । सम्यग्दृष्टिरेव भेदज्ञानं करोति, आत्मन्यात्मत्वनिश्चयः दुर्लभः । उक्तञ्च समयप्राभृते सुदपरिचिदाणुभूदा, सव्वस्सवि कामभोगबंधकहा । एगत्तस्सुवलंभो, णवरि ण सुलहो विहत्तस्स ॥४॥ आत्मा ज्ञानानन्दमयः, परभावा रागादयः । तेषां विभजनरूपः आत्मस्वरूपरसिकत्वोपयोगो दुर्लभः ॥२॥
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy