SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ વિદ્યાષ્ટક - ૧૪ જ્ઞાનસાર જ્ઞાન એવો કરવો અને જ્યારે નવા સાથે લઈને અપૂર્વ અર્થ કરીએ ત્યારે માત્મવાળો શબ્દનો અર્થ “મારાપણાનો પરિણામ” આવો કરવો. જેથી બને અર્થો યુક્તિથી સંગત થાય. all मिथो युक्तपदार्थानामसङ्क्रमचमत्क्रिया ।। चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते ॥७॥ ગાથાર્થ :- પરસ્પર એકમેક થઈ ચૂકેલા આત્મા અને પુદ્ગલાદિ (શરીરાદિ) દ્રવ્યોનો અસંક્રમ (ભેદ) થવા રૂપ જે ચમત્કાર છે તે જ્ઞાનમાત્રના પરિણામવાળા વિદ્વાન પુરુષ વડે જ અનુભવાય છે. llણી ટીકા :- “મિથો યુવત તિ” મિથ:-પરસ્પરં યુવક્તાનાં મિત્રતાનાં પાથનાંधर्मादीनामेकक्षेत्रावगाहिनां पुद्गलानाञ्च स्वक्षेत्रपरिणतानामसङ्क्रमचमत्क्रिया न सङ्क्रमः परस्परममीलनरूपः चमक्रिया-चमत्कारः, एकक्षेत्रावगाढा अपि न परस्परं व्यापका भवन्ति इत्यनेन स्वरूपतो भिन्ना एव, एषा चमक्रिया विदुषा एव अनुभूयतेपण्डितेनैव विभज्यते । कथम्भूतेन विदुषा ? વિવેચન :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુલાસ્તિકાય આ સર્વે દ્રવ્યો એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે. મિથોયુવા = પરસ્પર જોડાઈને રહેલાં છે. લોકાકાશના એકે એક પ્રદેશે પાંચે દ્રવ્યો સાથે રહેલાં છે. તો પણ જે “અસંક્રમ” છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સ્વરૂપે બનતું નથી. બીજું દ્રવ્ય ત્રીજા દ્રવ્ય સ્વરૂપે બનતું નથી. પરસ્પર સંક્રમ પામતાં નથી. આ એક ગજબ ચમત્કાર છે. પણ આ ચમત્કાર જ્ઞાનગુણમાં પરિણામ પામેલા વિદ્વાન પુરુષ વડે જ અનુભવાય છે. સામાન્ય માણસ આ ભેદ જાણી શકતો નથી. ચૌદ રાજલોકના એક એક પ્રદેશે જ્યાં જ્યાં ધર્માસ્તિકાય છે. ત્યાં ત્યાં સર્વત્ર અધર્માસ્તિકાયદ્રવ્ય પણ છે જ. અનાદિ કાળથી સાથે છે અને અનંતકાળ સાથે રહેનાર છે. છતાં ધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ અધર્માસ્તિકાય બનતો નથી અને અધર્માસ્તિકાયનો એક પણ પ્રદેશ ધર્માસ્તિકાય બનતો નથી. ભિન્ન જ રહે છે. તે જ રીતે જીવદ્રવ્ય અને શરીર સંબંધી પુદ્ગલદ્રવ્ય એક જ ક્ષેત્રમાં અવગાહીને સાથે જ રહેલાં છે. છતાં જીવ તે પુદ્ગલદ્રવ્ય બનતો નથી અને પુદ્ગલદ્રવ્ય તે જીવદ્રવ્યરૂપ બનતું નથી. પરસ્પર અમીલનરૂપ ચમકારાત્મક ક્રિયા છે. એક જ ક્ષેત્રમાં વ્યાપીને સાથે જ રહેલાં છે. તો પણ એકબીજામાં
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy