SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪ ૪૧૫ પરભાવને ગ્રહણ કરવામાં પોતાના ગુણસ્વરૂપ ચેતના અને વીર્ય આદિને પ્રયત્નશીલ કરે ? અર્થાત્ કોઈ જ ડાહ્યો માણસ પોતાના ગુણોને પરભાવમાં ન જ જોડે. આ કારણથી ઉત્તમ આત્માએ પોતાના ગુણોની પ્રવૃત્તિ પોતાના આત્મામાં (આત્મતત્ત્વ પ્રાપ્ત કરવામાં) જ કરવી જોઈએ. લક્ષ્મી, શરીર અને આયુષ્યની મમતા ત્યજી દેવી જોઈએ. પોતાના ગુણોને પોતાના આત્મતત્ત્વના વિકાસમાં જ જોડવા જોઈએ, પદ્ગલિક ભાવોમાં નહી એવો ઉપદેશ છે. ૩ शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसम्भवे । देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः ॥४॥ ગાથાર્થ - પવિત્ર વસ્તુઓને પણ અપવિત્ર કરવામાં સમર્થ અને અપવિત્ર પદાર્થોથી બનેલા એવા શરીર ઉપર જલાદિથી પવિત્ર કરવાનો જે મોહ છે તે મોહાધ મનુષ્યનો દારૂણ ભ્રમ છે (ગાઢ અજ્ઞાનદશા છે). //૪ ટીકા - “જીવી પતિ” મૂઢ-શ્રી યથાર્થોપયોગરહિતી સ્ટેન્દ્રિયાતને जलादिना-पानीयमृत्तिकादिसङ्गेन शौचभ्रमः श्रोत्रियादीनां दारुणः-भयकृत् । यश्च जात्याऽशुचिः, स किं जलव्यूहैः शूचीभवति ? कथम्भूते देहे ? शुचीन्यपिकर्पूरादीन्यपि अशुचीकर्तुं-मलीकर्तुं समर्थे देहसङ्गाद् मलयजविलेपनादयोऽप्यशुचीभवन्ति । पुनः कथम्भूते देहे ? अशुचिसम्भवे अशुचि-आर्तवं मातुः रक्तम्, पितुः शुक्रम्, तेन सम्भवः-उत्पत्तिः यस्य स तस्मिन् । उक्तञ्च भवभावनायाम् - વિવેચન :- સાત ધાતુનું બનેલું જે આ શરીર છે તે પવિત્ર વસ્તુઓને પણ અપવિત્ર કરવાને સમર્થ છે તથા અપવિત્ર વસ્તુઓથી જ બનેલું છે. તેથી પાણી, માટી, સાબુ અને તૈલાદિ વડે આવા શરીરમાં પવિત્રતા લાવવાની મોહાલ્વ જીવોની જે બુદ્ધિ છે તે દારૂણ ભ્રમમાત્ર છે. મોહથી કલ્પના માત્ર છે. અસ્થિ, મેદ, રુધિર, વીર્ય ઈત્યાદિ અપવિત્ર વસ્તુઓથી તો આ શરીર બનેલું છે. અપવિત્ર પદાર્થોનો ભંડાર જ છે. અર્થાત્ ઉકરડો માત્ર છે. ફક્ત ઉપર ઉપર જ રૂપાળી ચામડી રૂપી મખમલ મઢેલું છે. શરીરના એક એક છિદ્રમાંથી નીકળતી વસ્તુઓ જોવી, ચાખવી કે સુંઘવી ગમતી નથી આવું ગંદકીનું ઘર છે. વળી તે શરીરની સાથે જે જે પદાર્થોનો યોગ કરીએ તે તે પદાર્થો પવિત્ર હોય તો પણ શરીરના સંયોગમાત્રથી જ અપવિત્ર બની જાય છે. જેમ કે “મોદકાદિ કોઈપણ મિષ્ટાન
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy