SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪ ૪૧૩ ગાથાર્થ - નિપુણ બુદ્ધિવાળા પુરુષે લક્ષ્મીને સમુદ્રના તરંગોની જેમ ચંચળ, આયુષ્યને વાયુની જેમ અસ્થિર અને શરીરને વાદળની જેમ ક્ષણભંગુર વિચારવું. (જેથી તે ત્રણે ઉપરનો મોહ દૂર થાય અને આત્મા શુદ્ધ-બુદ્ધ-નિર્મળ બને). li૩ી ટીકા - “તતિ" પ્રથીઃ-પુષ્ટવૃદ્ધ, નક્ષ્મી: તદ્રવ–નધિશ્નોત્તવત્ तरला-चपला तां तरङ्गतरलामस्थिरामनुध्यायेत्, आयुः-जीवितं वायुवद् अस्थिरंगत्वरं प्रतिसमयविनश्वरमध्यवसानादिविघ्नोपयुक्तम्, अनुध्यायेत्-चिन्तयेत् । वपुःशरीरं पुद्गलस्कन्धनिचितं अभ्रवद्भङ्गुरं-भङ्गशीलमनुध्यायेत्, इदञ्च यथार्थचिन्तनम् । | વિવેચન :- નિપુણ બુદ્ધિવાળા પુરુષે પ્રતિદિન મનમાં આવું ચિન્તન-મનન કરવું કે “લક્ષ્મી તરંગોની જેમ (સમુદ્રના કલ્લોલોની જેમ) તરલ અર્થાત્ ચપલ છે. ધનવાન માણસ નિધન થતો અને નિર્ધન માણસ ધનવાન થતો દેખાય છે. જેમાં સમુદ્રનાં મોજાં નાશવંત, ક્ષણભંગુર અને ચંચલ છે તેમ લક્ષ્મી પણ ક્યારે ચાલી જશે. તે કંઈ નિશ્ચિત નથી. તેથી તેનો મોહ કરવો વ્યર્થ છે. નાતરૂ કરનારી નારી જેવી છે. એક ઘરથી બીજા ઘરે જનારી છે. સમુદ્રના તરંગોની જેમ ચંચલ અસ્થિર છે. આયુષ્ય એટલે જીવન, વાયુની જેમ અસ્થિર છે. ચાલ્યા જવાના સ્વભાવવાળું છે. પ્રત્યેક સમયે ક્ષણ-ક્ષણનું આયુષ્ય વિનાશ પામે છે. અચાનક જ્યારે સમાપ્ત થઈ જાય તે કંઈ કહી શકાતું નથી. અધ્યવસાય વગેરે સાત કારણો રૂપી વિનોથી તુટવાના સ્વભાવવાળું આયુષ્ય છે. બૃહત્સંગ્રહણીમાં કહ્યું છે કે – अज्झवसाणनिमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविहं झिज्जए आउं ॥३११॥ આઘાતાદિજનક વિચારોથી, વિષાદિ નિમિત્તોથી, આહારની હીનાધિકતાથી, અતિશય પીડા થવાથી, પર દ્વારા આઘાતાદિ થવાથી, સર્પાદિ ઝેરી પ્રાણીઓનો સ્પર્શ થવાથી અને શ્વાસોશ્વાસને રોકવાથી એમ સાત પ્રકારે આયુષ્ય ક્ષય થાય છે. એફીડંટથી, હાર્ટફેલથી અચાનક મૃત્યુ પામતા લોકો આજે પણ દેખાય છે. માટે આયુષ્ય વાયુની જેમ અસ્થિર છે. તથા પુદ્ગલના સ્કંધોથી બનેલું આ શરીર વાદળની જેમ ક્ષણભંગુર છે. જેમ વાદળ વિખેરાય તેમ શરીર ક્યારે નાશ પામે તે કંઈ કહી શકાતું નથી. માટે શરીરનો પણ મોહ કરવો નિરર્થક છે. આ રીતે લક્ષ્મી આયુષ્ય અને શરીર અનિત્ય છે.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy